સુરત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરતના ડોમેસ્ટિક એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અપાયો છે.
ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. કેન્દ્રએ સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે. જેનો સરકારી ગેઝેટમાં પણ સમાવેશ થયો છે.
આ માટે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાને મંજૂરી અપાઈ હતી.
આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જાહેરાતથી સુરતવાસીઓમાં આનંદ છવાયો છે.
સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતા છે.