
8) સચિન તંવર : સિઝન 9 પ્રો કબડ્ડી લીગમાં પટના પાઇરેટ્સ તરફથી સચિન રમ્યો હતો. તેણે પીકેએલના ઇતિહાસમાં ટોચના 10 રેઇડર્સની યાદીમાં પોતાનો સમાવેશ કર્યો છે. કબડ્ડી ખેલાડીએ પ્રો કબડ્ડી લીગની સિઝન 5 માં તેની પ્રો કબડ્ડી લીગની શરૂઆત કરી હતી અને 2017 માં તેની ભારતીય રાષ્ટ્રીય કબડ્ડી ટીમ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. તંવર 106 પ્રો કબડ્ડી લીગ મેચોમાં એકંદરે 781 રેઈડ પોઈન્ટનો રેકોર્ડ ધરાવે છે

7) અજય ઠાકુર : અજય ઠાકુર ભારતના કુશળ અને પ્રતિભાશાળી કબડ્ડી પ્લેયર છે. 2007 થી તે ભારતીય રાષ્ટ્રીય કબડ્ડી ટીમ અને એશિયન ગેમ્સ અને દક્ષિણ આફ્રિકા જેવી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમ્યો છે. એશિયન ગેમ્સમાં તેણે અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે કુલ 120 મેચમાં 794 રેઈડ પોઈન્ટ બનાવ્યા છે અને તે હજુ ચાલુ છે. ઠાકુરને પીકેએલના શ્રેષ્ઠ રેઇડર્સમાંથી એક ગણવામાં આવે છે

6) નવીન કુમાર : નવીન કુમાર એક કુશળ અને ફેમસ કબડ્ડી પ્લેયર છે જેણે ભારતીય કબડ્ડીમાં પોતાનું નામ બનાવ્યું છે. નવીન કુમારે આજ સુધી રમાયેલી 85 મેચોમાં કુલ 934 રેઈડ પોઈન્ટ મેળવ્યા સાથે તેને લીગના શ્રેષ્ઠ રેઈડર્સમાં ગણવામાં આવે છે. નવીન કુમારે લીગમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે અને ઘણી વખત તેની ટીમને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી છે. તેને ઘણી વખત 'મેન ઓફ ધ મેચ' ખિતાબથી નવાજવામાં આવ્યો છે અને લીગના ટોચના ખેલાડીઓમાં એક નવીન કુમારનુ પણ નામ છે

5) પવન સેહરાવત : પવન સેહરાવત તેની આક્રમક ચઢાઈ કરવાની શૈલી અને તેની ટીમ માટે પોઈન્ટ મેળવવાની ક્ષમતા માટે જાણીતો છે. તેના ચપળ અને મહેનતુ સ્વભાવે તેને માત્ર 105 મેચમાં કુલ 987 રેઈડ પોઈન્ટ સાથે ટોચના રેઈડર્સની યાદીમાં પાંચમાં સ્થાને છે. પ્રો કબડ્ડી લીગમાં, તે ટોચના રેઇડર્સમાંનો એક રહ્યો છે, તેણે તેની ટીમ માટે સતત પોઈન્ટ બનાવ્યા અને તેમને મેચ જીતવામાં મદદ કરી.

4) દીપક નિવાસ હુડ્ડા : દીપક નિવાસ હુડ્ડા ભારતના ફેમસ કબડ્ડી ખેલાડી છે. તે પ્રો કબડ્ડી લીગમાં તેની રેઇડિંગ શૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે પટના પાઇરેટ્સ, તેલુગુ ટાઇટન્સ અને જયપુર પિંક પેન્થર્સ સહિત ઘણી ટીમો માટે રમ્યો છે. દીપક નિવાસ હુડ્ડા પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં કુલ 157 મેચોમાં 1020 રેઈડ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. તે ભારતીય રાષ્ટ્રીય કબડ્ડી ટીમનો નિયમિત સભ્ય રહ્યો છે. તેણે 2017 એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ, 2016 કબડ્ડી વર્લ્ડ કપ અને 2016 સાઉથ એશિયન ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે. તેણે 2016 કબડ્ડી વર્લ્ડ કપમાં બેસ્ટ રાઈડર એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવ્યા છે.

3) રાહુલ ચૌધરી : રાહુલ ચૌધરી ભારતના સૌથી લોકપ્રિય કબડ્ડી ખેલાડીઓમાંનો એક છે. પ્રો કબડ્ડી લીગની સત્તાવાર વેબસાઇટ અનુસાર, રાહુલ ચૌધરીના કુલ રેઇડ પોઇન્ટ 1568 છે અને મેચોની કુલ સંખ્યા 153 છે. ચૌધરીએ પ્રો કબડ્ડી લીગની પ્રથમ સિઝનમાં તેલુગુ ટાઇટન્સ સાથે તેની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રો કબડ્ડી કારકિર્દીમાં, ચૌધરીએ 2016 અને 2018 સીઝનમાં "બેસ્ટ રાઇડર ઓફ ધ સીઝન" એવોર્ડ સહિત ઘણા પુરસ્કારો જીત્યા છે.

2) મનિન્દર સિંહ : કબડ્ડીમાં મનિન્દર સિંઘની સફર ત્યારે શરૂ થઈ જ્યારે તેની રાજ્યની ટીમમાં રમવા માટે તેને પસંદ કરવામાં આવ્યો અને તેણે ઝડપથી પોતાની જાતને એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત કરી. 39% ટેકલ સ્ટ્રાઇક રેટ ધરાવનાર રેઇડર માત્ર 122 મેચોમાં કુલ 1231 રેઇડ પોઈન્ટની હાસલ કરીને તમામ રેકોર્ડ તોડ્યા છે અને તે ટોપ 10 પ્લેયરમાં બીજા સ્થાને છે. રમતગમતમાં મનિન્દર સિંઘની સફળતાને કારણે તેની ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે પસંદગી થઈ, જ્યાં તેણે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું.

1) પ્રદીપ નરવાલ : પ્રદીપ નરવાલ, જે "ડુબકી કિંગ" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના એક વ્યાવસાયિક કબડ્ડી ખેલાડી છે અને ગયા વર્ષે પ્રો કબડ્ડી લીગ 2022 સીઝન 9માં યુપી યોદ્ધાસ માટે રમ્યો હતો. નરવાલે 2014માં તેનું PKL ડેબ્યૂ કર્યું હતું અને તે ઝડપથી લીગના શ્રેષ્ઠ રેઇડર્સમાંનો એક બની ગયો હતો. લીગની શરૂઆતથી તે પટના પાઇરેટ્સ ટીમનો ભાગ રહ્યો અને તેણે 2016 અને 2017માં પીકેએલ ચેમ્પિયનશિપ સહિત અનેક ટાઇટલ જીતવામાં ટીમને મદદ કરી છે. 153 મેચમાંથી તેના કુલ રેઇડ પોઈન્ટ 1568 સાથે ટોચના સ્થાને છે.
Published On - 1:09 pm, Mon, 27 November 23