
પ્રો કબડ્ડી લીગ (PKL) ની 10મી સીઝન 2 ડિસેમ્બર 2023 થી શરૂ થવા જઈ રહી છે. આ સાથે હવે દર્શકોને તેમના મનપસંદ ખેલાડીઓને જોવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. આજે આ શ્રેણીમાં, આપણે બંગાળ વોરિયર્સના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંથી એક મનિન્દર સિંહના દબંગ અંદાજ અને આક્રમક રેઈડ જોવા ફેન્સ ઉત્સાહિત છે.

બંગાળ વોરિયર્સે અમદાવાદમાં શરૂ થનારી પ્રો કબડ્ડી લીગ (PKL) માટે ટોચના રેઇડર મનિન્દર સિંહને તેમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. સિંઘ 2017 થી બંગાળ વોરિયર્સ સાથે છે, 2019 માં તેની પ્રથમ પ્રો કબડ્ડી લીગ ટાઈટલ માટે ટીમની આગેવાની કરી હતી. બંગાળ વોરિયર્સે ફરી મનિન્દરને 2.12 કરોડ રૂપિયામાં ખેલાડીઓની હરાજીમાં સામેલ કર્યો હતો.
Published On - 3:48 pm, Thu, 30 November 23