રોનાલ્ડોની ટીમ સામે હાર્યો મેસ્સી ! અલ-નાસરે ઈન્ટર મિયામી સામે 6-0થી મેળવી જીત

|

Feb 04, 2024 | 9:29 AM

લાંબા સમય બાદ ફૂટબોલના મેદાન પર રોનાલ્ડો અને મેસ્સી વચ્ચે ટક્કર થવાની હતી. પણ રોનાલ્ડો અને મેસ્સીની ઈજાને કારણે આ શક્ય ન બન્યુ. જોકે રોનાલ્ડો વગર પણ અલ નસારે મેસ્સીની ટીમને હરાવી હતી.

1 / 5
અલ નસરે ઇન્ટર મિયામીને 6-0થી હરાવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી ઈજાના કારણે આ ફ્રેન્ડલી મેચ રમી શક્યા ન હતા. જો કે આ મેચ જોવા માટે બંને સ્ટેડિયમમાં ચોક્કસપણે હાજર હતા.

2 / 5
રોનાલ્ડોની  ઈજાને કારણે અલ નસરને ગયા અઠવાડિયે ચીનનો બે મેચનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો. હવે આ કારણોસર તે પોતાના કટ્ટર હરીફ મેસ્સીની ટીમ ઈન્ટર મિયામી સામે પણ રમી શક્યો નથી.

3 / 5
મેચમાં પોતાની ટીમને શાનદાર સ્થિતિમાં જોઈને રોનાલ્ડો હસતો જોવા મળ્યો હતો, જ્યારે મેસ્સીને મેચ બાદ સાઉદી અરેબિયાના લોકોએ છ ગોલ કરીને ચીડવ્યો હતો. રોનાલ્ડો અને મેસીએ એકસાથે 13 બેલોન ડી'ઓર એવોર્ડ જીત્યા છે, મેસીએ ગયા વર્ષે રેકોર્ડ આઠમી વખત એવોર્ડ જીત્યો હતો.

4 / 5
રોનાલ્ડો અને મેસ્સી છેલ્લે 2023માં સામસામે હતા, જ્યારે રોનાલ્ડોની અલ નસર ટીમનો સામનો મેસ્સીની જૂની ટીમ પીએસજી સામે થયો હતો. તે મેચમાં પીએસજીએ અલ નસરને 5-4થી હરાવ્યું હતું.

5 / 5
અલ નસર તરફથી રમતા બ્રાઝિલના તાલિસ્કાએ ત્રણ ગોલ કર્યા અને ઇન્ટર મિયામી માટે મેચમાં પાછા ફરવું મુશ્કેલ બની ગયું હતુ.

Published On - 10:01 am, Sat, 3 February 24

Next Photo Gallery