
રડતા બાળકની તસવીર લગાવવાથી ઘરના સભ્યોને માનસિક પરેશાની આવી શકે છે. આ સિવાય ઘરમાં એવી કોઈ તસવીર ન રાખવી જોઈએ જેનાથી ઉદાસીનું વાતાવરણ બને.

વાસ્તુશાસ્ત્ર અનુસાર હિંસા, શિકાર કે લડાઈ દર્શાવતી તસવીરો ઘરમાં ક્યારેય ન લગાવવી જોઈએ. કહેવાય છે કે આવી તસવીર પોસ્ટ કરવાથી પરિવારમાં તણાવ પેદા થાય છે અને દુખનું વાતાવરણ સર્જાય છે.

તમે તમારા ઘરમાં ભૂલથી પણ ડૂબતા જહાજ અથવા બોટની તસવીર ન લગાવો.આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. -નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.