કલમ, કેમેરા અને કેપ્શનના કસબી એવા ઝવેરીલાલ મહેતાનું નિધન, ફોટો જગતના એક યુગનો અંત
જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 28 નવેમ્બરે જૂના શારદામંદિરથી અંતિમયાત્રા નિકળશે. ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા. સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.