Photos: સુરતના ભાઠા-ભાટપોર વિસ્તારમાં આવેલા 7000થી વધુ તાડના ઝાડ પર નભે છે ગ્રામજનનું ગુજરાન

|

May 22, 2023 | 10:14 PM

ગેલેલીનું ફ્રૂટનો સ્વાદ 25 દિવસ જ માણવા માટે મળે છે. ધોમ ધખતા તાપમાં સ્વાદમાં મીઠી તાડફળી તરસ છીપાવે છે. તાડફળી કીડનીને સાફ રાખે છે અને ગરમીને બહાર કાઢે છે.

1 / 5
વર્ષમાં માત્ર ઉનાળાની ઋતુમાં જ જોવા મળતી ગલેલી એટલે કે તાડફળીનું અંદાજે 80 ટકા કરતા વધુ ઉત્પાદન સુરતના ભાઠા ભાટપોર વિસ્તારમાં થાય છે. ગલેલી ગ્રામજનનું ગુજરાન ચલાવે છે.

2 / 5
ગેલેલીનું ફ્રૂટનો સ્વાદ 25 દિવસ જ માણવા માટે મળે છે. ધોમ ધખતા તાપમાં સ્વાદમાં મીઠી તાડફળી તરસ છીપાવે છે. તાડફળી કીડનીને સાફ રાખે છે અને ગરમીને બહાર કાઢે છે. કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે.

3 / 5
આ ફ્રૂટનો સ્વાદ માત્ર એપ્રિલ-મે મહિનામાં 25 દિવસ માટે જ માણવા માટે મળે છે. ઉનાળામાં ઠંડક આપતું આ ફળ ગરીબો માટે આવકમાં અને સ્વાદના રશિયા માટે અમૃત સમાન છે. જો કે તેને 70થી 100 ફૂટ ઊંચા ઝાડથી પાડવા માટે ભારે મહેનત કરવી પડે છે. 15-20 મિનિટમાં એક વૃક્ષ પર થી તાડફળીના ફ્રૂટ પાડવામાં આવે છે. માત્રને માત્ર ગલેલીની જ આવક થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ અનેક રોગોમાં ગલેલી અક્સીર છે. રસ્તા પર ગલેલી વેચાય છે.

4 / 5
 તાડફળીના વૃક્ષ પર ટોચ સુધી પહોંચ્યા બાદ દોરીને મદદથી તેના ઝુમખા નીચે ઉતારવામાં આવે છે. જેમાંથી ગલેલીનું ફળ નીકળે છે. સારો પાક લેવા માટે પહેલા તરસાદ કાપવી પડે છે અને 1 તાડ પર સામાન્ય રીતે 30-35 લુમ હોય છે. પરંતુ આ વર્ષે 25 જેટલી લુમ જોવા મળી રહી છે.

5 / 5
ભાઠા-ભાટપોર ગામની સીમમાં અંદાજે 7000થી વધુની સંખ્યામાં તાડના ઝાડ છે અને તેના પર જ સૌનું જીવન નભે છે. ઘરનું વાર્ષિક કરીયાણું અને અન્ય આકસ્મિક ખર્ચો ગલેલીમાંથી નીકળતો હોય છે. ગલેલીના વાયદા આપી આર્થિક વ્યવહારો પણ થાય છે અને ગામના લોકોના મતે ગલેલી તેમનું હ્દય છે. અહીંથી ગલેલી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને મુંબઈ સુધી પહોંચે છે.

Next Photo Gallery