
મોટાભાગે માલવાહક જહાજોમાં હજારો લિટરની ક્ષમતાવાળા ટેન્કરો હોય છે, જે ઈંધણથી ભરેલા હોય છે. આથી ઈંધણ પૂરુ થઈ જતા તેમની પાસે રહેલા ઈંધણનો ઉપયોગ કરે છે

આ સિવાય જ્યારે આ જહાજો વચ્ચે કોઈ બંદર પર રોકાય છે ત્યારે ત્યાંથી ઈંધણ ભરી લેવામાં આવે છે. જો કોઈ કારણસર સમુદ્રની વચ્ચે ઈંધણ ખતમ થઈ જાય તો તેઓ આસપાસના દેશો પાસેથી મદદ માંગે છે.

સ્થાનિક નૌકાદળ અથવા ફ્યૂલ સેવા પ્રદાતાઓ ટેન્કરો સાથે ત્યાં જાય છે અને જરૂરિયાત મુજબ જહાજમાં તેલ ટ્રાન્સફર કરે છે.