
કાજુ- કાજુ વિટામિન ડીનો પણ સારો સ્ત્રોત છે. જે લોકોનું વજન ઓછું હોય તેમના માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હેલ્ધી ફેટ્સ અને ફાઈબર બંને મળી આવે છે. હૃદયની બીમારીઓમાં ફાયદાકારક હોવા ઉપરાંત, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. શિયાળાની ઋતુમાં રોજ બદામ ખાવાનું શરૂ કરો.

કિસમિસ-કિસમિસમાં પણ વિટામીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં પોટેશિયમ અને આયર્ન પણ હોય છે, જે શરીરમાં એનિમિયાની ભરપાઈ કરે છે.100 ગ્રામ કિસમિસમાં 1.3 મિલિગ્રામ વિટામિન ડી હોય છે. તમે તેને દૂધમાં ગરમ કરીને ખાઈ શકો છો.

પ્રુન્સ- વિટામીન ડીની ઉણપને દૂર કરવા માટે પ્રુન્સ પણ ખાઈ શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. પ્રુન્સમાં કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.