
કપાલભાતિ-કપાલભાતિ કરવાથી શરીરને ફાયદો થાય છે. આ પ્રાણાયામ તમે સવારે કે સાંજે ગમે ત્યારે કરી શકો છો. કપાલભાતી થાઇરોઇડ હોર્મોનનું કાર્ય સુધારે છે. કપાલભાતિ દરરોજ માત્ર 10 થી 15 મિનિટ જ કરવી જોઈએ.

થાઇરોઇડ રોગ શા માટે થાય છે?-જ્યારે તમારા શરીરમાં હાજર થાઈરોઈડ ગ્રંથિના કાર્યમાં ઘટાડો થાય છે, ત્યારે થાઈરોઈડ રોગ થાય છે. આજકાલ મહિલાઓમાં આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. થાઈરોઈડ ગ્રંથિની કાર્યક્ષમતા ઘટવા ઉપરાંત આહારમાં આયોડીનની ઉણપને કારણે પણ આ રોગ થાય છે. આવી સ્થિતિમાં આયોડીનની ઉણપ પર પણ ધ્યાન આપવું જોઇએ.-નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.