
ભારત કે ચીન નહીં, પરંતુ તુર્કીના લોકો સૌથી વધુ ચા પીવે છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર, તુર્કીમાં માથાદીઠ ચાનો વપરાશ વાર્ષિક 3.16 કિગ્રા છે.

ચા પીવા બાબતે આયર્લેન્ડ બીજા સ્થાને છે. અહીં માથાદીઠ ચાનો વાર્ષિક વપરાશ 2.19 કિગ્રા છે. તો યુકે ત્રીજા સ્થાને છે, પાકિસ્તાનના લોકો પણ વાર્ષિક 1.50 કિગ્રા ચા પીવે છે.

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતીયો એટલી ચા પીતા નથી. ચાના વપરાશની દ્રષ્ટિએ ભારતનો ક્રમ ઘણો નીચો છે. ભારત આ યાદીમાં ટોપ-20માં પણ સામેલ નથી.