Gujarati News Photo gallery Eat this things with dates in winter all the problems from cold protection to skin problems will go away
શિયાળામાં ખજૂર સાથે ખાઈ લેશો આ વસ્તુ તો ઠંડીમાં રક્ષણથી લઈને સ્કિનની તમામ સમસ્યા થશે દૂર, જાણો અહીં
ઠંડીની ઋતુમાં આવી વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ, જેનાથી શરીરને પૂરતું પોષણ મળી શકે. જોકે પોષણની સાથે સાથે શિયાળામાં ચામડી પણ શુષ્ક પડી જાય છે. ત્યારે ઠંડીથી બચવા તેમજ મુલાયમ સ્કિન તેમજ લોહીની કમી પુરી કરશે આ વસ્તુ. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમાં પણ ખજૂર અમુક વસ્તુ સાથે ખાવાથી વધારે ફાયદાકારક સાબિત થશે.
1 / 5
શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે. વાસ્તવમાં, શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે, જેના કારણે આપણે રોગોનો ભોગ બનીએ છીએ. ઠંડીની ઋતુમાં આવી વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ, જેનાથી શરીરને પૂરતું પોષણ મળી શકે. જોકે પોષણની સાથે સાથે શિયાળામાં ચામડી પણ શુષ્ક પડી જાય છે. ત્યારે ઠંડીથી બચવા તેમજ મુલામ સ્કિન તેમજ લોહીની કમી પુરી કરશે આ વસ્તુ. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમાં પણ ખજૂર અમુક વસ્તુ સાથે ખાવાથી વધારે ફાયદાકારક સાબિત થશે.
2 / 5
ખજૂર અને દૂધ : ખજૂરને દૂધ સાથે કે દૂધમાં ખજૂર નાખીને પીવાના ઘણા ફાયદા છે જે અસ્થમાંમાં રાહત આપે છે. પાંચન તંત્ર મજબૂત બનાવે છે આ સાથે ઠંડીમાં રક્ષણ આપે છે દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે અને તેની સાથે એનિમિયાની સમસ્યા પણ દૂર થાય છે. જો તમે ખજૂરને આખી રાત દૂધમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો તો શરીરને આયર્ન મળવાની સાથે હિમોગ્લોબિન પણ વધે છે.
3 / 5
ખજૂર અને બદામ: ખજૂર અને બદામ સાથે ખાવાના 3 મોટા ફાયદા છે.તમે બદામ અને ખજૂરનું સેવન કરી શકો છો. આમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે.શરીરને ઉર્જાવાન રાખવા માટે ખજૂર અને બદામનું સેવન કરવું સારું છે.ચમકદાર અને સુંદર ત્વચા મેળવવા માટે તમે તમારા રોજિંદા આહારમાં ખજૂર અને બદામનો સમાવેશ કરી શકો છો.હાડકાંને મજબૂત બનાવે છે.
4 / 5
ખજૂર અને નાળિયેર : ખજૂર અને નાળિયેર ખાવાથી તે રક્તમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં, રક્તવાહિની તંત્રના કાર્યને સુધારવામાં, મગજમાં યોગ્ય રક્ત પ્રવાહની ખાતરી કરવામાં અને દ્રષ્ટિને તેજ કરવામાં મદદ કરે છે. આ રસના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પર વધુ ભાર મૂકી શકાય નહીં અને વધુ ચર્ચા કરી શકાય નહીં.
5 / 5
ખજૂર અને ડાર્ક ચોકલેટ : ખજૂર અને ડાર્ક ચોકલેટ ખાવાના પણ ફાયદા છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા ખનિજો હોય છે. વધુમાં તેમાં વિટામિન B તેમજ વિટામિન A અને K હોય છે જે તેમને આહારમાં ઉત્તમ સમાવેશ કરે છે. ડાર્ક ચોકલેટ પણ ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, તેથી તે ખૂબ પૌષ્ટિક નાસ્તો અથવા મીઠાઈ બનાવે છે. નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Published On - 3:48 pm, Tue, 5 December 23