
તમિલનાડુના ચેન્નાઈ સહિતના શહેરોમાં વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ વર્તાઈ રહી હતી. લોકોના ઘરોમાં પણ ગોઠણસમા પાણી ફરી વળ્યા હતા. ભારે હાલાકી વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યા. તો, ઘરો પાસે પાર્ક કરેલી અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ.

ચેન્નાઈમાં છેલ્લા 80 વર્ષમાં સૌથી ભયાનક વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે ચેન્નઈમાં 8 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે.

માત્ર તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જ નહીં, મિચોંગ વાવાઝોડાને પગલે ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં એલર્ટ જાહેર થયું છે. (Image - PTI)