
ભારતીય ક્રિકેટર ઈશાન કિશનના અદિતિ હુંડિયા સાથેના સંબંધોના સમાચારથી ચર્ચામાં રહેતો હોય છે. ભલે ઈશાન કિશન અને અદિતિ હુંડિયા તેમના સંબંધો પર મૌન હોય, પણ જ્યારે પણ ક્રિકેટર સારું પ્રદર્શન કરે છે, ત્યારે અદિતિ તેની પ્રતિક્રિયાથી લાઈમલાઈટ પકડે છે.ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા મનોરંજન ઉદ્યોગમાં જાણીતું નામ છે. તે મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં સક્રિય છે.

શિવમ દુબેની પત્ની અંજુમ ખાન લખનઉંની રહેવાસી છે.અંજુમ ખાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માંથી ફાઈન આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. અંજુમ ખાનને એક્ટિંગ અને મોડલિંગમાં ખૂબ જ રસ છે. હિન્દી સિરિયલો સિવાય તેણે મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કર્યું છે.

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારે પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે. ક્રિકેટર મુકેશ કુમાર બિહારની આ યુવતીના પ્રેમમાં પડ્યા હતા. મુકેશ કુમાર અને દિવ્યા સિંહે ગોપાલગંજની એક હોટલમાં સગાઈ કરી હતી. છપરાની રહેવાસી દિવ્યા સિંહ મુકેશ કુમાર સિંહની લાઈફ પાર્ટનર બનશે.

IPL 2023માં પોતાના પ્રદર્શનથી ટીમ ઈન્ડિયા માટે દાવેદારી દાખવનાર યશસ્વી જયસ્વાલ સતત સમાચારોમાં રહે છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણા સમય પહેલા વાયરલ થઈ હતી. જેમાં તે એક સુંદર યુવતી સાથે બેઠો છે. જો કે તે તેની ગર્લફ્રેન્ડ હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી પણ આ પછી સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થતાં જ ચાહકોએ તેને જયસ્વાલની રુમર્ડ ગર્લફ્રેન્ડ ગણાવી હતી.

અક્ષર પટેલે વર્ષ 2022માં તેની ગર્લફ્રેન્ડ મેહાને તેના જન્મદિવસ પર પ્રપોઝ કર્યું હતું. જે બાદ આ કપલ 2023માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મેહા અને અક્ષર ઘણીવાર વેકેશન અને આઉટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને પોતાના પ્રેમને જાહેર કરતા રહે છે.

પ્રસિદ્ધ કૃષ્ણે પોતાની ગર્લફ્રેન્ડ રચના કૃષ્ણા આ વર્ષે જ પરંપરાગત શૈલીમાં લગ્ન કર્યા.અહેવાલો અનુસાર, રચના કૃષ્ણા એક બિઝનેસવુમન છે અને તે એડટેક બિઝનેસ ચલાવે છે. તે જ સમયે, પ્રસિદ્ધ કૃષ્ણ છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રેસ ફ્રેક્ચરની ઈજાથી પીડાઈ રહ્યા હતા. આ ઈજાના કારણે પ્રસિદ્ધ કૃષ્ણ આઈપીએલ 2023નો ભાગ પણ બની શક્યા નથી.
Published On - 9:25 am, Thu, 23 November 23