Mandakini Birthday: રામ તેરી ગંગા મૈલીથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી મંદાકિની, પરંતુ વાયરલ ક્લિપે ખતમ કરી દીધુ કરીયર

|

Jul 30, 2022 | 8:29 AM

બોલિવૂડ એક્ટ્રેસ મંદાકિનીનું નામ યાદ કરતાં તેની ડેબ્યૂ ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' ની યાદ ચોક્કસપણે આવે. અભિનેત્રી મંદાકિનીએ આ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આજે મંદાકિનીનો જન્મદિવસ છે, તો જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.

1 / 5
બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ મંદાકિનીનું નામ યાદ કરતાં તેની ડેબ્યૂ ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' ની યાદ ચોક્કસપણે આવે. અભિનેત્રી મંદાકિનીએ આ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આજે મંદાકિનીનો જન્મદિવસ છે, તો જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.

2 / 5
આ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. મંદાકિનીએ તેની 11 વર્ષની કારકિર્દીમાં લગભગ 40 ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ અચાનક તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. કહેવાય છે કે તેના એક વાયરલ વીડિયોને કારણે તેની ફિલ્મી કરિયરનો અંત આવ્યો હતો.

3 / 5
એક સમય એવો હતો જ્યારે મંદાકિની અને દાઉદ ઈબ્રાહિમના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. હિન્દી સિનેમામાં મંદાકિની અને દાઉદ ઈબ્રાહિમના સંબંધોની કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. દાઉદ સાથે તેની સાંઠગાંઠથી તેની કારકિર્દી પર અસર થવા લાગી.

4 / 5
વર્ષ 1994માં દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં દાઉદ સાથે અભિનેત્રીના વાયરલ થયેલા વીડિયોએ માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાઉદ મંદાકિનીની સુંદરતાને લઈને મોહીત થઈ ગયો હતો.

5 / 5
આજે મંદાકિની ફિલ્મોથી દૂર છે. મંદાકિનીના લગ્ન ડૉ. કાગ્યુર ટી. રિનપોચે ઠાકુર સાથે થયા છે. આ દંપતીને બે બાળકો છે, પુત્રીનુ નામ રાબ્જે ઇનાયા ઠાકુર અને પુત્રનુ નામ રાબિલ છે.

Next Photo Gallery