એક એવો અભિનેતા જેમણે સિરીયલથી કરિયરની શરુઆત કરી હતી, આજે એક્ટિંગમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
વિક્રાંત મેસીનો જન્મ માતા-પિતા જોલી અને આમનાને થયો હતો અને તેનો એક મોટો ભાઈ મોહસીન છે. તો ચાલો આજે આપણે હિટ સિરીયલ, વેબ સિરીઝ અને ફિલ્મો આપનાર વિક્રાંત મેસીના પરિવાર વિશે જાણીએ.
1 / 8
વિક્રાંત મેસીનું નામ બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાં જાણીતું છે, હાલમાં જ તેની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' રીલિઝ થઈ હતી, જેના અભિનેતાની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ તાજેતરમાં તેનું નામ ફરી એકવાર સોશિયલ મીડિયા પર આવવા લાગ્યું છે અને તેનું કારણ તેની તાજેતરની પોસ્ટ છે. અભિનેતાએ 1 ડિસેમ્બરે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, તેણે એક્ટિંગમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે.
2 / 8
આઈપીએસ ઓફિસર મનોજ કુમાર શર્માના જીવન પર આધારિત ફિલ્મ 12મી લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. વિધુ વિનોદ ચોપરા અને વિક્રાંત મેસીએ આ ફિલ્મ દ્વારા એવું અદ્ભુત પ્રદર્શન કર્યું કે આ ફિલ્મે 9 વિદેશી ફિલ્મોને માત આપી છે. તો જુઓ મેસીના પરિવારને
3 / 8
વિક્રાંત મેસ્સીનો જન્મ 3 એપ્રિલ 1987ના રોજ પુણેમાં થયો હતો. વિક્રાંત મેસીએ તેન ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે 18 ફેબ્રુઆરી 2022ના રોજ લગ્ન કર્યા છે. વિક્રાંત મેસીએ પોતાના કરિયરની શરૂઆત કલર્સના શો બાલિકા વધૂથી કરી હતી. આ શોમાં તેણે મદન શ્યામ સિંહની ભૂમિકા ભજવી હતી.
4 / 8
અભિનેતા વિક્રાંત મેસીએ વિધુ વિનોદ ચોપરાના દિગ્દર્શિત '12મી ફેલ'માં તેની ભૂમિકા સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.ટીવીની દુનિયાથી અભિનયની સફર શરૂ કરનાર વિક્રાંત મેસી ઓટીટીની દુનિયાનો બાદશાહ છે સાથે હવે બોલિવુડનો બાદશાહ થવાથી કોઈ રોકી શકે તેમ નથી.
5 / 8
વિક્રાંત મેસી એક અભિનેતા છે જે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. આરડી નેશનલ કોલેજમાંથી તેનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી, મેસીએ ધૂમ મચાઓ ધૂમ (2007) સાથે અભિનયની શરૂઆત કરી અને તે ધરમ વીર (2008), બાલિકા વધૂ (2009-2010) અને કુબૂલ હૈ જેવી ટેલિવિઝન સિરિયલોમાં કામ કરી ચૂક્યો છે.
6 / 8
મેસીએ લૂટેરા (2013), દિલ ધડકને દો (2015) અને હાફ ગર્લફ્રેન્ડ (2017)માં સહાયક ભૂમિકામાં જોવા મળી ચૂક્યો છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 12મી ફેલ સારી કમાણી કરી રહી છે.
7 / 8
મેસી વેબ સિરીઝ મિર્ઝાપુર (2018), બ્રોકન બટ બ્યુટીફુલ (2018–2019) અને ક્રિમિનલ જસ્ટિસ (2019), અને ફિલ્મ 12મી ફેલ (2023)માં પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે, જે હિટ તરીકે ઉભરી આવી છે.
8 / 8
તમને જણાવી દઈએ કે વિક્રાંતે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શીતલ સાથે ઘણા વર્ષો સુધી ડેટ કર્યા બાદ 2022માં લગ્ન કર્યા હતા. શીતલ-વિક્રાંત પહેલીવાર વેબ સિરીઝ 'બ્રોકન બટ બ્યુટીફુલ'ના સેટ પર એકબીજાને મળ્યા હતા. બંને આ સેટ પર પ્રેમમાં પડ્યા હતા. લગ્ન પછી વિક્રાંત અવારનવાર તેની પત્નીના વખાણ કરતો રહે છે. એક બાળકનો પિતા પણ છે.
Published On - 2:42 pm, Wed, 10 January 24