આ છે દેશની સૌથી સસ્તી 7 સીટર કાર, કિંમત છે માત્ર 5.32 લાખ રૂપિયા
મારુતિએ તેના ડિસેમ્બર 2024ના વેચાણનો ડેટા જાહેર કર્યો છે. ગયા મહિને કંપનીએ રેકોર્ડ 2,52,693 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ત્યારે મારૂતિની આ 7 સીટર કારના પણ ગયા મહિને 11,908 યુનિટ વેચાયા હતા. ખાસ વાત એ છે કે મારુતિની આ કારનો બહુ ઉલ્લેખ નથી થતો, પરંતુ વેચાણની દ્રષ્ટિએ તે ઘણી કારથી આગળ છે.
1 / 6
મારુતિએ તેના ડિસેમ્બર 2024ના વેચાણનો ડેટા જાહેર કર્યો છે. ગયા મહિને કંપનીએ રેકોર્ડ 2,52,693 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ત્યારે મારૂતિની આ 7 સીટર કારના પણ ગયા મહિને 11,908 યુનિટ વેચાયા હતા.
2 / 6
ખાસ વાત એ છે કે મારુતિની આ કારનો બહુ ઉલ્લેખ નથી થતો, પરંતુ વેચાણની દ્રષ્ટિએ તે ઘણી કારથી આગળ છે. આ એક યુટિલિટી કાર છે, જેને 5, 6 અને 7 સીટર ફોર્મેટમાં ખરીદી શકાય છે. તેની એક્સ-શોરૂમ કિંમત 5.32 લાખ રૂપિયા છે.
3 / 6
અમે જે કારની વાત કરી રહ્યા છીએ, તે Maruti Eeco છે. આ કારમાં K કેટેગરીનું 1.2-લિટર એન્જિન છે. તે પેટ્રોલ વેરિયન્ટમાં 80.76 PSનો પાવર અને 104.5 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNGમાં પાવર ઘટીને 71.65 PS અને મહત્તમ ટોર્ક 95 Nm ટોર્ક જનરેટ કરે છે.
4 / 6
Maruti Eecoમાં પેટ્રોલ વેરિઅન્ટનું માઈલેજ 19.71 kmpl છે અને CNG વેરિઅન્ટનું માઈલેજ 26.78 kmpl છે. Eecoમાં 11 સેફ્ટી ફીચર્સ છે.
5 / 6
Eecoમાં રિવર્સ પાર્કિંગ સેન્સર, એન્જિન ઈમોબિલાઈઝર, દરવાજા માટે ચાઈલ્ડ લોક, સીટ બેલ્ટ રિમાઇન્ડર, EBD સાથે ABS, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સનો સમાવેશ થાય છે.
6 / 6
તમે તેને 4 વેરિઅન્ટમાં ખરીદી શકો છો. જેમાં 5-સીટર, 7-સીટર, કાર્ગો, ટૂર અને એમ્બ્યુલન્સ બોડી સ્ટાઈલનો સમાવેશ થાય છે. તેના 5-સીટર વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.32 લાખથી રૂ. 6.58 લાખ સુધીની છે. જ્યારે, 7-સીટર વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 5.61 લાખ રૂપિયા છે.