અમદાવાદ શહેરને સુશોભિત કરવાનો પ્રયાસ, સમગ્ર શહેરની જાહેર મિલકતોને રંગરોગાન કરી દોરાયા ભીતચિત્રો-PHOTO

અમદાવાદને હરિયાળુ અને સુંદર બનાવવાના પ્રયાસ રૂપે શહેરના પુલો, રસ્તાઓ અને ફૂટપાટ ની દીવાલો ઉપર અલગ અલગ પ્રકારના ચિત્રો અને કલર કરીને રળિયામણું બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શહેરમાં શાહીબાગ ડફનાળા થી એરપોર્ટ સુધીનો રસ્તો, હેલ્મેટ ચાર રસ્તા પાસે, રિવરફ્રન્ટ ની દીવાલો ઉપર વગેરે જગ્યાએ વારલી આર્ટના ચિત્રો દોરવામાં આવ્યા છે.

| Edited By: | Updated on: Sep 23, 2023 | 9:32 AM
4 / 6
આ મકરબા ગામ પાસે આવેલ અંડર પાસ છે. આ અંડર પાસ ની દિવાલ ઉપર ગાંધીજીના ત્રણ વાંદરા અને સ્વચ્છતા સર્વેક્ષણનો સંદેશ આપતા ચિત્રો દોરવામાં આવ્યા છે.

5 / 6
ભદ્ર કોર્ટની પાછળ આવેલ અખંડ આનંદ આયુર્વેદ કોલેજની દિવાલ ઉપર પર્યાવરણ જાગૃતિ ગરમી, પ્રદૂષણ વગેરે ની માહિતી આપતું એક સાંકેતિક ચિત્ર દોરવામાં આવ્યું છે.

6 / 6
અમદાવાદ શહેરને સુંદર બનાવવાના ભાગરૂપે કેટલાક ઓવરબ્રિજ ના સ્ટ્રક્ચરની નીચેના ભાગે પણ કલર કરવામાં આવ્યો છે. અલગ અલગ કલર નો ઉપયોગ કરીને એક પ્રકારની થીમ ઉભી કરી ને નીચેના સ્ટ્રક્ચરને સુંદર બનાવવાનો અને દેખાવાનો પ્રયત્ન થયો છે જેમ કે હેલ્મેટ ચાર રસ્તા ઉપરનો બ્રિજ શિવરંજની ચાર રસ્તા ઉપરનો બ્રિજ ગુજરાત કોલેજથી એલિસ બ્રિજને જોડતા બ્રિજ વગેરે ની નીચે પણ આવા સુંદર મજાના કલર કામ કરવામાં આવ્યા છે