આ શાળામાં 60 વર્ગખંડો છે. દરેક ક્લાસ રૂમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ડિજિટલ ઘડિયાળો, ડિસ્પ્લે અને રાઈટીંગ બોર્ડ, લોકર, કસ્ટમ મેઈડ ફર્નિચર સાથે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્શન, મલ્ટીમીડિયા સપોર્ટ અને એસી છે. અહીં સ્પોર્ટ્સ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. શાળામાં ટેનિસ અને બાસ્કેટબોલ કોર્ટ તેમજ આઉટડોર રમતો માટે ઘણા વિકલ્પો છે. તેનું રમતનું મેદાન 2.3 એકરમાં ફેલાયેલું છે. આ ઉપરાંત શાળામાં આર્ટ રૂમ, લર્નિંગ સેન્ટર, યોગા રૂમ, સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ, મલ્ટીમીડિયા ઓડિટોરિયમ પણ છે. શાળાનું તબીબી કેન્દ્ર સર્વકાલીન સેવા પૂરી પાડે છે.