રાજકોટના કારીગરની અદભૂત કારીગરી, જુઓ વેસ્ટમાંથી બેસ્ટના કલાત્મક નમૂના
રાજકોટ ઉદ્યોગોનું હબ છે. આ શહેરમાં ઔદ્યોગિક એકમો અને કારખાનામાં ખૂબ જ મોટી સંખ્યામાં મજૂરો કામ કરે છે. ત્યારે રાજકોટમાં રહેતા મુકેશ આસોડિયા ટુલ્સ બ્રેજિંગ લોહારી ભઠ્ઠીમાં કામ કરે છે અને તેઓ એક કુશળ કારીગર પણ છે. મુકેશ આસોડિયાએ જણાવ્યું કે, તે કારખાનામાં કામની સાથે અલગ-અલગ પ્રકારના રમકડાંના મોડેલ તૈયાર કરે છે.
1 / 6
રાજકોટ ઉદ્યોગોનું હબ છે. આ શહેરમાં ઔદ્યોગિક એકમો અને કારખાનામાં ખૂબ જ મોટી સંખ્યામાં મજૂરો કામ કરે છે. ત્યારે રાજકોટમાં રહેતા મુકેશ આસોડિયા ટુલ્સ બ્રેજિંગ લોહારી ભઠ્ઠીમાં કામ કરે છે અને તેઓ એક કુશળ કારીગર પણ છે.
2 / 6
મુકેશ આસોડિયાએ જણાવ્યું કે, તે કારખાનામાં કામની સાથે અલગ-અલગ પ્રકારના રમકડાંના મોડેલ તૈયાર કરે છે. જેમાં નાની ટ્રેનના એન્જિન, બાઈક, બુલેટ, ઓડી કાર, તેમજ અલગ અલગ પ્રકારના નાના અને ખૂબ સુંદર મોડેલો તૈયાર કરે છે. સાથો સાથ પેટ્રોલ-ડીઝલથી ચાલતા મીની બાઈક પણ બનાવે છે.
3 / 6
આ ઉપરાંત તેઓ અલગ-અલગ પ્રકારના મશીનના મોડેલ પણ તૈયાર કરે છે. જેમાં ઈન્ડસ્ટ્રીઝમાં ચાલે તેવા નાના લેથ મશીન, નાના ઇલેક્ટ્રિક વેલ્ડીંગ મશીન, રેકશો મશીન વગેરે જેવા અનેક મોડેલો તૈયાર કરે છે.
4 / 6
આ પ્રકારના મોડેલો જોવા માટે દેશ-વિદેશીથી લોકો રાજકોટ આવતા હોય છે, ત્યારે આ લોકો મસમોટી કિંમત આપીને આવા મોડેલો ખરીદે છે.
5 / 6
મુકેશ આસોડિયા પોતાના કારખાનાના કામમાંથી ફ્રી થાય ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરે છે અને ઓરીજનલની આબેહૂબ નકલ એકથી દોઢ મહિનામાં તૈયાર કરી નાખે છે.
6 / 6
આ પ્રકારના મોડેલો લોકો નિહાળી શકે તે માટે શહેરમાં એક નાનું મ્યુઝિયમ હોય તેવી તેમની ઈચ્છા છે, તો લોકો પણ નાના મોડલને નિહાળી શકે અને સૌરાષ્ટ્રના આવા કારીગરો પોતાની મહેનતનો કમાલ દેખાડી શકે.