અમદાવાદના અંધજન માનવ મંડળના દિવ્યાંગો માટીના દીવડા બનાવી દર વર્ષે કરે છે લાખોની કમાણી, જુઓ ફોટો
હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂઆત થવા જઈ રહ્યું છે. ત્યારે દિવાળીમાં માટીના દીવડા અને ઘર સજાવટની વસ્તુઓ લોકો ખરીદતા હોય છે. ત્યારે અમદાવાદના અંધજન માનવ મંડળના પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનો દર વર્ષે દીવડા બનાવી તેનું વેચાણ કરીને લાખોની કમાણી કરે છે.
પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકો પગભર થઈ શકે અને સમાજમાં કદમથી કદમ મિલાવીને ચાલી શકે તે માટે આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે
5 / 5
દર વર્ષે દિવ્યાંગજનો દ્વારા બનાવેલ દીવડાવોનું આશરે 8 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 11 હજાર દીવડાના બોક્સોનો ઓર્ડર મળી ચૂક્યો છે