
આ ઉંમરના બાળકો હજુ તો કંઈક સમજતા થતા હોય છે તે પહેલાં જ આ બાળક દ્વારા અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી, ત્યારે દ્વિજ તેના મિત્રોને પણ સાચા રસ્તા માટે પ્રેરણા આપતો હોય છે. આ સમગ્ર મામલે તેના માતા-પિતા સહિત સમગ્ર પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

બીજી તરફ ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવા માંગતા દ્વિજ્ની માતાનો પણ ખૂબ મહત્વનું યોગદાન રહ્યું એક તરફ તેમના કાળમાં ઓનલાઈન શિક્ષણના કારણે બાળકો અન્ય વસ્ત્રો પહેરતા હોય છે, ત્યારે દ્વિજની માતા ખ્યાતિ બહેન એ દ્વિદલ ચોક્કસ માર્ગદર્શન પુરુ પાડ્યું અને ભણવાની સાથે સાથે તમામ 700 શ્લોક કંઠસ્થ કરાવવામાં ખૂબ મહેનત કરાવી.

અમદાવાદનું ગૌરવ ગણાતા માત્ર નવ વર્ષના બાળકે દેશ-વિદેશમાં સનાતન ધર્મ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ( Photos By- Hiren Joshi, Edited By- Omprakash Sharma)