
વિશ્વરાજ સિંહ મેવાડ : મેવાડ એ ઉદયપુરના ભૂતપૂર્વ શાહી પરિવારના રાજકુમાર છે, જે રાજ્યના પ્રસિદ્ધ રાજપૂત યોદ્ધા મહારાણા પ્રતાપના વંશજ છે. તેઓ આ વર્ષે ઓક્ટોબરમાં ભાજપમાં જોડાયા હતા, જ્યારે પાર્ટીએ રાજસમંદની નાથદ્વારા બેઠક પરથી ટિકિટ આપી હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપ તેમના દ્વારા કોંગ્રેસના આ કહેવાતા ગઢને ‘કબજે’ કરવા માંગે છે.

કલ્પના દેવી : કલ્પના, લાડપુરા સીટના વર્તમાન ધારાસભ્ય છે. જે કોચિંગ હબ તરીકે ઓળખાતા કોટાના ભૂતપૂર્વ શાહી પરિવારના સભ્ય છે,જેમણે બીજી વખત ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવા ભાજપે ઉતાર્યા છે. ભાજપે તેમને લાડપુરા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે તે મહારાવ રાજ સિંહની પત્ની છે.

સિદ્ધિ કુમારી : સિદ્ધિ બિકાનેરથી સબંધ ધરાવે છે. તે પૂર્વ સાંસદ મહારાજા કરણી સિંહ બહાદુરની પૌત્રી અને બિકાનેરની રાજકુમારી છે. ખાસ વાત એ છે કે તે આ બેઠક પરથી ચૂંટણી પણ લડી રહી છે અને અગાઉ ત્રણ વખત (2008થી) આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તે ભાજપના નેતા છે તેમની સામે આ વખતે કોંગ્રેસે યશપાલ ગેહલોતને ટિકિટ આપી છે.

દિયા કુમારી : જયપુરના ભૂતપૂર્વ રાજવી પરિવારના ગાયત્રી દેવીના દત્તક પુત્ર સવાઈ ભવાની સિંહની પુત્રી દિયા રાજકીય ક્ષેત્રે નવા છે. તેમને રાજકારણમાં આવ્યાને લગભગ 10 વર્ષ જ થયા છે. તેમણે 2013માં રાજકીય પદાર્પણ કર્યું હતું. તે પ્રથમ ચૂંટણીમાં સવાઈ માધોપુરથી ધારાસભ્ય બન્યા હતા. પછી 2019 માં, તે રાજસમંદથી સાંસદ બન્યા, જ્યારે તે ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આ તેમની ત્રીજી ચૂંટણી છે જે વિદ્યાધર નગર બેઠક પરની ટિકિટ મળી છે.
Published On - 1:39 pm, Sat, 25 November 23