કિસી કા બેલ, કિસી કી ગાડી ઔર બંદે કી ડચકારી?

|

Oct 01, 2022 | 8:11 PM

કોને ટિકિટ મળશે એ પ્રશ્નથી માંડીને કોણ જીતશે સુધીના સવાલોથી બધા મુંજવાયેલા છે. એવું પણ બને કે કેટલાક પક્ષો જ એવી ખસ્તા હાલતમાં આવી જશે કે આગમી ચૂંટણી સુધી અસ્તિત્વ જ નહીં રહે.

કિસી કા બેલ, કિસી કી ગાડી ઔર બંદે કી ડચકારી?
Gujarat Assembly Election

Follow us on

સવાલ રસપ્રદ છે અને તેના જવાબો અલગ-અલગ હોવાના પણ રાજકીય પક્ષો (Political Parties) તેમાં પોતાની તરફેણમાં જવાબ મેળવવા માટે ભરચક કોશિશ કરવા માંડ્યા છે. કોઈક વાર તો એવું પણ લાગે છે કે 1944 ની ભારત છોડો ચળવળમાં ‘કરો યા મરો’ (ડુ એન્ડ ડાય) નો મારો સૌએ અપનાવ્યો હતો. 2022 અને 2023 ની વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો મરવાનું ઇચ્છતા તો નથી પણ ચૂંટણીને એસિડ ટેસ્ટ જરૂર માની રહ્યા છે. કેટલાક પક્ષોને અને પક્ષોના નેતાઓને એમ લાગે છે કે જો આ ચૂંટણીમાં સફળતા નહીં મળે તો પછી ક્યારેય બેઠા થઈ શકીશું નહીં. એટલે જ એક વાત તો નક્કી છે કે આ ચૂંટણી પછી ઘણાની નૈયા ડૂબી જશે અને રાજકારણમાં તેમના નામ નિશાન નહીં રહે. એટલે તો તેઓ આ ઘમાસણ લડાઈ કરી રહ્યા છે. હાથે આવ્યું તે હથિયાર એ તેમનું સૂત્ર છે.

આ દલા તરવાડી નું “રીંગણ લઉં બે-ચાર?” ના જવાબ માં “લેને દસ-બાર!” વાળી વાતો યાદ આવી જાય. “કિસી કા બેલ, કિસી કી ગાડી ઔર બંદે કી ડચકારી!” જેનો ખેલ થઈ રહ્યો છે અને તેમાં કેજરીવાલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રજાના પસીનાથી પેદા થતા નાણાંને રેવડી બજારમાં બદલાવી નાખો એનાથી મોટી છેતરપિંડી અને શાસન વિહોણી અવસ્થા બીજી કઈ હોઈ શકે? પણ આ તો પાશેરામાં પહેલી પૂણી છે. ચૂંટણી સુધીમાં હજુ ઘણું આવશે. આપણે ત્યાં ગેરકાયદેસર જમીન પર કબજો કરીને વસાહતો ઊભી કરી દેવાનું કામ વર્ષોથી ચાલે છે. સરકાર તેને ‘મફતિયા પરાં’ ગણીને વીજળી-પાણી પણ આપે છે. હવે આ મફતિયા પરાંથી આખો દેશ ઓળખાય તો શું થાય? ચૂંટણી જીતવાનું આ નવું હથિયાર છે પણ બનશે એવું કે દરેક પક્ષ ભીંસમાં છે. કોને ટિકિટ મળશે એ પ્રશ્નથી માંડીને કોણ જીતશે સુધીના સવાલોથી બધા મુંજવાયેલા છે. એવું પણ બને કે કેટલાક પક્ષો જ એવી ખસ્તા હાલતમાં આવી જશે કે આગમી ચૂંટણી સુધી અસ્તિત્વ જ નહીં રહે.

એમાં પણ 2700 જેટલા નાના મોટાં પક્ષોની યાદી વિચારીએ તો તેમાંના કેટલાય તો ભુંસાઈ ગયા! ગુજરાતમાં જ આવા 30 જેટલા પક્ષો ભૂતકાળ બની ગયા. મહાગુજરાત જનતા પક્ષ ક્યાંય દેખાય છે? કૃપલાણીનો કૃષક પક્ષ ક્યાં રહ્યો છે? પ્રજા-સમાજવાદી પક્ષ વિખેરાઈ ગયો. ચીમનભાઈ પટેલનો કીમલાર્થી હવે ચૂંટણી પંચના ચોપડે નથી. એક રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થપાઈ હતી, તે યાદ છે? કેશુભાઈ પટેલનો મજિયાં અને શંકરસિંહ વાઘેલાનો ‘રાજ્યા’ કે યુવા વિકાસ પાર્ટી કે હાજી મફતાનનો ‘દલિત મુસ્લિમ મંચ’ પણ રહ્યો નથી. રામરાજ્ય પરિષદ, હિન્દુ મહાસભા પણ ક્યાં છે?

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

એટલે જે આ સિવાયના પક્ષો – જેમાં રાષ્ટ્રીય ગણાતા કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે. તેઓ જીવસટોસટથી ચૂંટણી-કુસ્તીના મેદાનમાં છે. આપને પંજાબમાં કોંગ્રેસ-અકારી નબળાઈનો લાભ મળ્યો, પણ અહીં ગુજરાતમાં તો તેને ભાજપા સામે ટક્કર લેવાની છે! કોંગ્રેસ ગુજરાતમાં કોશિશ કરે છે પણ એવું માને છે કે જે બેઠકો મળી એટલી આપણી. બાકીની બહુમતી મેળવીને રાજ કરીશું. એ વાતમાં માલ નથી.

આવા વાતાવરણથી જાગતા થઈને ભાજપે પોતાની વ્યુહરચના લાવી પડે તેના સંજોગો છે. દુનિયાની તે સૌથી મોટી પાર્ટી છે અને સૌથી મોટો નેતા તેની પાસે છે. અતિ આત્મવિશ્વાસ વિના આખી વ્યૂહરચના ગોઠવવી પડે એ ભાજપા સારી રીતે જાણે છે. ગુજરાતમાં આ ચૂંટણીમાં ઓછામાં ઓછું એટલું દશેકે ઘણા માથાં ખોવાઈ જશે અને પક્ષો પણ મુસીબતમાં હશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Published On - 8:07 pm, Sat, 1 October 22

Next Article