ઝોમેટો હવે વાતાવરણનું પણ રાખશે ખ્યાલ, જાણો કેવી રીતે ? 12 મેટ્રો શહેરોમાં કરશે નવતર પ્રયોગ

દેશની સૌથી મોટી ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો ડ્રોનથી ફૂડ ડિલીવરીની સેવા બાદ વધુ એક નવો કિમ્યો અપનાવવા જઈ રહ્યું છે. જેમાં હવે તમારે ત્યાં ડિલીવરી આપનાર બાઈક પર નહીં પરંતુ સાઈકલ પર સવાર થઈને આવશે. આ માટે હાલમાં દેશના મુંબઈ સહિત 12 શહેરોમાં કંપનીનાં 5000થી વધુ સાઈકલિસ્ટ્સ છે. મોટા ભાગનો કાફલો દિલ્હીમાં છે. જ્યાં ટ્રાફિકના […]

ઝોમેટો હવે વાતાવરણનું પણ રાખશે ખ્યાલ, જાણો કેવી રીતે ? 12 મેટ્રો શહેરોમાં કરશે નવતર પ્રયોગ
| Updated on: Feb 11, 2019 | 5:05 PM

દેશની સૌથી મોટી ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો ડ્રોનથી ફૂડ ડિલીવરીની સેવા બાદ વધુ એક નવો કિમ્યો અપનાવવા જઈ રહ્યું છે. જેમાં હવે તમારે ત્યાં ડિલીવરી આપનાર બાઈક પર નહીં પરંતુ સાઈકલ પર સવાર થઈને આવશે.

આ માટે હાલમાં દેશના મુંબઈ સહિત 12 શહેરોમાં કંપનીનાં 5000થી વધુ સાઈકલિસ્ટ્સ છે. મોટા ભાગનો કાફલો દિલ્હીમાં છે. જ્યાં ટ્રાફિકના કારણે સરળતાથી પહોંચી શકાય તેના માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : લગ્ન પત્રિકા અને બિલ બુક બાદ હવે સુરતની મહિલાઓએ અલગ અંદાજમાં દેખાડ્યો ‘નમો’ પ્રેમ

ઝોમેટો કંપની દેશભરમાં 150 શહેરોમાં ફૂડ ડિલીવરી સેવા પૂરી પાડે છે. એ માટે કંપની દ્વાર દોઢ લાખ લોકો સાથે ભાગીદારી કરી છે. આ તરફ કંપની ઈ- સાઈકલ માટે વિચારણા કરી રહ્યું છે.

TV9 Gujarati

 

ઈ-સાઈકલ (ઈલેક્ટ્રિકથી ચાલતી બાઈક્સ)નો વિકલ્પ અપનાવવા માટે કંપની એનાં વેન્ડર ભાગીદારો સાથે વાટાઘાટ કરી રહી છે. હવે એનો લક્ષ્યાંક કાફલામાંની 40 ટકા મોટરસાઈકલોને આવતા બે વર્ષની અંદર ઈલેક્ટ્રિક-બાઈક્સમાં પરિવર્તિત કરવાનો છે.

[yop_poll id=1332]