વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલ 1900 વસ્તુઓ તમે પણ ખરીદી શકશો, જાણો ક્યાં અને કેવી રીતે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના દ્વારા તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પદ પર રહીને મળેલ ભેટ સોગાદ ન માત્ર જોઇ શકશો પરંતુ તેને તમારી આગામી પેઢી માટે ખરીદી પણ શકશો. આ માટે તમારે www.pmmementos.gov.in ની વેબસાઇટ પર જવાનું રહેશે. જ્યાં જઇને તમને લોગ ઈન કરવાનું રહેશે અને ત્યાં જઇને હરાજીમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલ 1900 વસ્તુઓ તમે પણ ખરીદી શકશો, જાણો ક્યાં અને કેવી રીતે ?
| Updated on: Jan 31, 2019 | 1:29 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના દ્વારા તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પદ પર રહીને મળેલ ભેટ સોગાદ ન માત્ર જોઇ શકશો પરંતુ તેને તમારી આગામી પેઢી માટે ખરીદી પણ શકશો.

આ માટે તમારે www.pmmementos.gov.in ની વેબસાઇટ પર જવાનું રહેશે. જ્યાં જઇને તમને લોગ ઈન કરવાનું રહેશે અને ત્યાં જઇને હરાજીમાં બોલી લગાવવાની રહેશે. અને તમે સરળતાથી કોઇ પણ વસ્તુ ખરીદી શકશો.

ખાસ વાત એ છેકે આ હરાજીમાં મળેલ નાણાંનો ઉપયોગ ‘નમામિ ગંગા’ પરિયોજના માટે કરવામાં આવશે. જેનાથી ગંગા સફાઈની કામગીરી વધુ સરળતાથી આગળ વધારી શકાશે.

TV9 Gujarati

આ હરાજીમાં કુલ 1900 વસ્તુઓ છે જેમાંથી અત્યાર સુધીમાં 270 વસ્તુઓની હરાજી થઈ ચુકી છે. જેના માટેનો અંતિમ દિવસ 31 જાન્યુઆરીનો રહેશે.

[yop_poll id=”945″]