ઈન્ડિયન નેશનલ કોગ્રેંસ બની જશે ભારતીય નેશનલ કોંગ્રેસ ? જો દેશનું નામ ભારત થયું તો પોલિટિકલ પાર્ટીઓના નામમાં શું આવશે બદલાવ, જાણો અહીં

|

Sep 06, 2023 | 12:41 PM

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું, "કે આ સમાચાર ખરેખર સાચા છે કે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે સામાન્ય 'president of india'ને બદલે 'ભારતના રાષ્ટ્રપતિ'ના નામે આમંત્રણ મોકલ્યા છે. ત્યારે હવે લોકો સતત ચર્ચા કરી રહ્યા છે કે દેશનું નામ બદલીને માત્ર ભારત રાખવામાં આવશે. ત્યારે જો દેશનું નામ India માંથી ભારત થઈ ગયુ તો તે પોલિટિકલ પાર્ટી જેમના નામમાં ઈન્ડિયા આવે છે તેમનું શું થશે ?

ઈન્ડિયન નેશનલ કોગ્રેંસ બની જશે ભારતીય નેશનલ કોંગ્રેસ ? જો દેશનું નામ ભારત થયું તો પોલિટિકલ પાર્ટીઓના નામમાં શું આવશે બદલાવ, જાણો અહીં
Will Indian National Congress become Bhartiya National Congress

Follow us on

દેશના નામને લઈને વિવાદ ઉભો થયો છે. આ વિવાદ કોંગ્રેસના આરોપથી શરૂ થયો હતો કે G20 સમિટ ડિનર માટેના આમંત્રણ પત્રમાં INDIAN PRESIDENTના સ્થાને ભારતના PRESIDENT લખવામાં આવ્યુ હતુ અને ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દેશનું નામ ટૂક સમયમાં ભારત થઈ જશે. ‘INDIA’ નામ દેશની સંશોધન, શૈક્ષણિકથી માંડીને પોલિટિકલ પાર્ટીઓ સાથે પણ સંકડાયેલું છે.

ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છઠી રહ્યો છે કો ભારત નામ આવી ગયુ તો દેશની એ પાર્ટી જેમના નામમાં INDIA છે તેનું શું થશે. જેમકે Indian National Congress, Communist Party of India, All India Trinamool Congress જેવી આ મોટી પાર્ટીઓના નામનું શું થશે? આ મુદ્દો સતત ટ્રેન્ડ પર ચાલી રહ્યો છે ત્યારે ચાલો જાણીએ આવી પોલીટિકલ પાર્ટીના નામ બદલાઈને શું થઈ જશે?

ભારત નામ થતા પોલિટિકલ પાર્ટીનું નામ શું બનશે?

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું, “કે આ સમાચાર ખરેખર સાચા છે કે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે સામાન્ય ‘president of india’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ના નામે આમંત્રણ મોકલ્યા છે. ત્યારે હવે લોકો સતત ચર્ચા કરી રહ્યા છે કે દેશનું નામ બદલીને માત્ર ભારત રાખવામાં આવશે અન જો દેશનું નામ India માંથી ભારત થઈ ગયુ તો પોલિટિકલ પાર્ટીના નામમાં શું બદલાવ આવશે. જેમકે Indian National Congress, Communist Party of India, All India Trinamool Congress જેવી પાર્ટીમાં ભારત લખતા કેવું વંચાશે ચાલો જોઈએ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
  • Indian National Congress બની શકે છે  BHARATIYA National Congress
  • Communist Party of India બની શકે છે Communist Party of BHARAT
  • All India Trinamool Congress બની શકે છે All BHARAT Trinamool Congress
  • All India Anna Dravida Munnetra Kazhagam બની શકે છે All BHARAT Anna Dravida Munnetra Kazhagam
  • Indian National Lok Dal બની શકે છે  BhariyaNational Lok Dal
  • Indian Union Muslim League બની શકે છે Bhariya Union Muslim League

જો દેશનું નામ ભારત થયું તો આ પોલિટિકલ પાર્ટીઓએ નામ બદલવાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ અરજી કરવી પડશે અને ત્યાંથી પરવાનગી બાદ પાર્ટી પોતાના નામમાં બદલાવ કરી શકશે.

વિશેષ સત્રમાં ભારત નામ પર થશે ચર્ચા ?

ત્યારે લોકોના મનમાં મોટી પ્રશ્ન એ છે કે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ બની જશે ભારતીય નેશનલ કોંગ્રેસ ? જો કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સમાચાર એજન્સી IANSએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે સંસદના વિશેષ સત્રમાં સરકાર ‘India’ શબ્દને હટાવવાના પ્રસ્તાવ સાથે સંબંધિત બિલ રજૂ કરી શકે છે.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:40 pm, Wed, 6 September 23

Next Article