
22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અયોધ્યામાં અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે રામભક્તોની વર્ષોની રાહનો અંત આવશે. જો તમે આ ખાસ પ્રસંગ જોવા માટે અયોધ્યા ન જઈ શકો તો ચિંતા કરવાની જરૂર નથી. આ કાર્યક્રમ તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો પણ ક્યાં જોવો, કેટલા વાગે જોવો તે અંગે તમારી પાસે કોઈ માહિતી નથી તો ચિંતાના કરો આજના આ લેખમાં અમે આપને તે જ જણાવવા જઈ રહ્યા છે.
રામ મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે કે તમામ ભક્તો રામ મંદિરના આ ભવ્ય કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી જોડાઈ શકે છે. આ કાર્યક્રમ માટે લગભગ 8000 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જેમાં રાજકારણીઓ, અભિનેતાઓ, ક્રિકેટરો અને અન્ય ઘણી રમતોના ખેલાડીઓ સહિત ઘણી મોટી હસ્તીઓ સામેલ છે.
તમે ડીડી ન્યૂઝ અને ઘણી રાષ્ટ્રીય ચેનલો પર આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ ઘરે બેઠા જોઈ શકો છો. આ ઉપરાંત, તમે ડીડી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર તેનું જીવંત પ્રસારણ પણ જોઈ શકો છો. ડીડી ન્યૂઝે અયોધ્યામાં વિવિધ સ્થળોએ 40 કેમેરા લગાવ્યા છે. જેના દ્વારા રામ મંદિર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવશે. સમારંભનું અત્યાધુનિક 4k ટેકનોલોજીમાં પ્રસારણ કરવામાં આવશે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12:30થી શરુ થશે
જી હા, જો તમે કોઈ કારણોસર ઘરની બહાર છો કે પછી ટીવી નથી પણ મોબાઈલ ફોન છે તો તેના પર તમે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લાઈવ નિહાળી શકો છો ચાલો જાણીએ કેવી રીતે
Published On - 6:13 pm, Sun, 21 January 24