Supreme Court: જો ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થયા તો શું કરીશું? સુપ્રીમે સરકારને પૂછ્યો ઈમરજન્સી પ્લાન

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રીજી લહેરમાં જે કરવું જોઈએ તે અત્યારથી તૈયાર કરવું પડશે. યુવાનોનું વેક્સિનેશન કરાવવું પડશે, જો બાળકો પર અસર વધશે તો તેઓ કેવી રીતે સ્થિતિને સંભાળશે કારણ કે બાળકો પોતે હોસ્પિટલમાં જઈ શકતા નથી.

Supreme Court: જો ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થયા તો શું કરીશું? સુપ્રીમે સરકારને પૂછ્યો ઈમરજન્સી પ્લાન
Supreme Court
| Updated on: May 06, 2021 | 1:41 PM

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફરી એકવાર દિલ્હીની ઓક્સિજન કટોકટી અને કોરોનાની સ્થિતિ પર સુનાવણી કરી. આ સમયગાળા દરમિયાન, સુપ્રીમ કોર્ટે કોરોનાની ત્રીજી લહેર વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને અત્યારથી તેની તૈયારી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ચંદ્રચુડે ટિપ્પણી કરી હતી કે જો આવતીકાલે પરિસ્થિતિ વણસે અને કોરોનાના કેસ વધે તો તમે શું કરશો? અહેવાલો કહે છે કે ત્રીજી લહેરમાં બાળકોને પણ અસર થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રીજી લહેરમાં જે કરવું જોઈએ તે અત્યારથી તૈયાર કરવું પડશે. યુવાનોનું વેક્સિનેશન કરાવવું પડશે, જો બાળકો પર અસર વધશે તો તેઓ કેવી રીતે સ્થિતિને સંભાળશે કારણ કે બાળકો પોતે હોસ્પિટલમાં જઈ શકતા નથી.

ડોકટરોને લઈને પણ તૈયારી કરવી પડશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આજે લગભગ દોઢ લાખ ડોકટરો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. લગભગ 2.5 લાખ નર્સો ઘરોમાં બેથી છે. આ તે જ લોકો છે જે ત્રીજી લહેર દરમિયાન તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે આરોગ્ય કર્મચારીઓ માર્ચ 2020 થી સતત કાર્યરત છે, તેથી તેમના પર થાક અને દબાણ પણ વધારે છે.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રીજી લહેર અંગેની ટિપ્પણી ત્યારે કરવામાં આવી છે જ્યારે આ સમયે દેશ બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. જ્યારે કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકારે તાજેતરમાં ચેતવણી આપી હતી કે ત્રીજી લહેર આવવાની ખાતરી છે, પરંતુ ક્યારે આવશે તે હમણાં કહી શકાય નહીં.

નોંધપાત્ર વાત એ છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં કેસ વધ્યા, મૃત્યુની સંખ્યામાં વધારો થયો ચ્જ્જે. તેમજ હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની તંગી જોવા મળી રહી છે અને લોકોને સારવાર માટે વલખા મારવા પડી રહ્યા છે.

 

આ પણ વાંચો: Oxygen: કોરોનાની સારવારમાં કેવી રીતે થાય છે ઓક્સિજનનો ઉપયોગ? શું સાવચેતી જરૂરી છે? કેન્દ્રની માર્ગદર્શિકા

આ પણ વાંચો: હાસ્ય કલાકાર Sunil Pal વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ, ડૉકટરો વિરુદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી

Published On - 1:38 pm, Thu, 6 May 21