ટીવી-9 ભારતવર્ષના સંમેલનમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ભાજપનું ભવિષ્ય ભાખ્યું,’લોકસભાની ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતી શકશે નહીં’

|

Mar 31, 2019 | 8:47 AM

કોંગ્રેસ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ Tv9 ભારતવર્ષમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જેમાં તેમણે મોદી સરકાર પર ભારે હુમલો કર્યો હતો. ગરીબોને ન્યાય યોજના પર વાત કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં Pop-up ની જેમ સામે આવશે અને દેશમાં સરકાર બનાવશે. 2024માં ફરી સત્તા બનાવશે. આ યોજના પર વિદેશના અર્થશાસ્ત્રીઓએ પણ વિશ્વાસ […]

ટીવી-9 ભારતવર્ષના સંમેલનમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ભાજપનું ભવિષ્ય ભાખ્યું,લોકસભાની ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતી શકશે નહીં

Follow us on

કોંગ્રેસ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ Tv9 ભારતવર્ષમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જેમાં તેમણે મોદી સરકાર પર ભારે હુમલો કર્યો હતો. ગરીબોને ન્યાય યોજના પર વાત કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં Pop-up ની જેમ સામે આવશે અને દેશમાં સરકાર બનાવશે. 2024માં ફરી સત્તા બનાવશે. આ યોજના પર વિદેશના અર્થશાસ્ત્રીઓએ પણ વિશ્વાસ રાખ્યો છે.

કપિલ સિબ્બલે કહ્યું કે, અમે જ્યારે જ્યારે કામ કર્યું છે. ત્યારે અમે કોઈ પણ નિવેદનો આપ્યું નથી. બાલાકોટ સ્ટ્રાઈક પર ભાજપ સૌથી વધુ નિવેદન આપી રહ્યા છે. જ્યારે દેશના શહીદોના પરિવાર પુરવા માંગી રહ્યા છે. જેના પર નિવેદન આપીને ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું તો એવું કહું છું કે, 200-300 નહીં પણ 700 આતંકવાદી મારવા જોઇએ, સબ્બિલે કર્યો ભાજપ પર સીધો પ્રહાર.

આ પણ વાંચો : ટીવી-9 ભારતવર્ષના સંમલેનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, 2014માં દેશ જે આશા જોઈ રહ્યું હતું તે આજે વિશ્વાસ બની રહ્યો છે

2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરર્ફોમન્સ અંગે વાત કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, આજે દેશની જનતા કોંગ્રેસને સમજી રહી છે. કોંગ્રેસને તમામ સ્થાનો પર બેઠકો મળશે. ભાજપને 150 થી વધુ બેઠકો મળશે પણ નહીં તેવી વાત તેમણે કહ્યું છે. આ ઉપરાંત તેમને દેશમાં ચૂંટણી સમયે બેરોજગારી, ગરીબી જેવા મુદ્દા હોવા જોઇએ જેના બદલે લોકો રાહુલ ગાંધીના ધર્મ અંગે સવાલ કરી રહ્યા છે જે યોગ્ય નથી.

પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસને શું ફાયદો થશે તેના પર સિબ્બલે કહ્યું કે, તેમના રાજનીતિમાં પ્રવેશથી પક્ષને ચોક્કસ ફાયદો થશે. અને આ કોઈ વંશવાદ નથી. તેમજ તેમણે સૌથી મોટો વંશવાદ આરએસએસમાં ચાલી રહ્યો છે તેમ કહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article