આ મહિલાની ઈમાનદારી પર તમે પણ થઇ જશો ફિદા, જાણો કેવી રીતે 6 કરોડની લોટરી તેના માલિક સુધી પહોંચાડી

|

Mar 25, 2021 | 12:24 PM

ઈમાનદારીના કિસ્સા જ જણાવતા હોય છે કે આ વિશ્વમાં હજુ માનવતા મારી નથી પરવળી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાએ લોટરીની જીતની ટીકીટ તેના માલિકને પહોંચાડી.

આ મહિલાની ઈમાનદારી પર તમે પણ થઇ જશો ફિદા, જાણો કેવી રીતે 6 કરોડની લોટરી તેના માલિક સુધી પહોંચાડી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

6 કરોડની વાત આવે છે ત્યારે ભલભલાની પ્રામાણિકતા ડગમગી જતી હોય છે. જો કે એક મહિલાએ પ્રામાણિકતાનો એવો દાખલો આપ્યો છે કે લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી. વાત જાણે એમ છે કે કેરળમાં લોટરીનો સ્ટોલ ચલાવનાર સ્મિજા કે. મોહન (Smija K Mohan)એ ફોન પર કેટલીક લોટરી ટિકિટો વેચી હતી. જ્યારે તેમને ખબર પડી કે તેમાંથી એક લોટરીએ 6 કરોડનું બમ્પર ઇનામ જીત્યું છે, તો તે તરત જ તેની ટિકિટ જે તે માલિકને સોંપવા પહોંચી ગઈ.

પ્રામાણિક હોવું મહત્વપૂર્ણ છે

તે કહે છે કે ‘જીતવાની ટિકિટ Chandran chettanને મેં સોંપી ત્યારથી લોકોએ મારી પ્રામાણિકતાની પ્રશંસા કરી રહ્યા. જો કે લોકોને સમજવું પડશે કે આ વ્યવસાય પ્રમાણિકતા અને વિશ્વાસનો છે. આપણે પ્રમાણિક બનવું પડશે કારણ કે મહેનતની કમાણીથી ટિકિટ ખરીદનાર દરેક ગ્રાહક અમારું ઘર ચલાવે છે!

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પતિ સાથે ચલાવે છે લોટરી સ્ટોલ

ગણિતમાં સ્નાતક 37 વર્ષીય સ્મિજા કે. મોહન બે બાળકોની માતા છે. અને તેઓએ તેમના પતિ સાથે વર્ષ 2011 માં રાજગિરી હોસ્પિટલ પાસે લોટરીનો સ્ટોલ શરૂ કર્યો હતો. આ તેની પાર્ટ ટાઇમ જોબ હતી. જો કે જ્યારે કામ સારી રીતે શરૂ થયું ત્યારે બંનેએ 5 લોકોનો સ્ટાફ રાખ્યો હતો. જોકે બંને પતિ-પત્ની Kakkanad સ્થિત સરકારી પ્રેસમાં કામ કરતા હતા. પરંતુ જ્યારે તે નોકરી છોટી ગઈ, ત્યારે તેણે પોતે લોટરીનો વ્યવસાય ચલાવવાનું નક્કી કર્યું.

જીવનમાં ઘણા ઉતાર ચડાવ

સ્મિજા કહે છે, ‘ધંધો સારો ચાલતો હતો. પરંતુ અમે કોવિડની મહામારીથી છટકી શક્યા નહીં. અમારે સ્ટાફને કાઢવો પડ્યો અને તમામ કામ જાતે હેન્ડલ કરવું પડ્યું હતું. અમને ત્યારે બીજો ઝટકો પડ્યો જ્યારે મને ખબર પડી કે મારી માતાને કેન્સર થયું છે, અને તે પણ કોવિડના સમયમાં. એટલું જ નહીં મારો સૌથી નાનો દીકરો કે જે ક્યારેય બીમાર રહ્યો નથી કે કોઈ રોગથી પીડિત નથી, તે પણ આવી સ્થિતિમાં અમને હમેશ માટે છોડીને ચાલ્યો ગયો. ‘

આ રીતે વેચાઇ હતી આ બમ્પર ટિકિટ

એ દિવસ અમારા માટે ખુબ ખુશીઓ લાવ્યો. ખરેખર તે એકદમ તંગ હતું. કારણ કે 12 બમ્પર ટિકિટ વેચાઇ ન હતી. તે રવિવાર હતો અને નિયમિત ગ્રાહકો પણ અમારી આસપાસ ન હતા. સ્મિજાએ લોટરી ગ્રાહકોના વહોટ્સ એપ જૂથમાં ટિકિટ ખરીદવાની માહિતી પણ આપી હતી.

કોઈ ટિકિટ ખરીદવા માંગતું ન હતું

જો કે તમામ 12 ટિકિટ ખરીદવા માટે કોઈ તૈયાર નહોતું. ત્યારે મેં Chandran chettanને સંપર્ક કર્યો. તેણે મને ટિકિટની તસવીર મોકલવાનું કહ્યું અને બાદમાં તેણે તેનો પસંદગીનો નંબર જણાવ્યો. તેને આગળ જણાવ્યું કે, જ્યારે તેને વિજેતા વિશે માહિતી મળી, ત્યારે તે શક્ય તેટલી વહેલી તકે તેને ટિકિટ સોંપવા માંગતી હતી.

Next Article