સુપ્રીમ કોર્ટનો કટાક્ષ, કારોની સંખ્યા નિયંત્રિત કરવા હવે ‘હમ દો હમારે દો’ જેવી યોજનાની શરૂઆત કરવાની સ્થિતિ બની રહી છે

સુપ્રીમ કોર્ટે દેશમાં વધી રહેલી ગાડીઓની સંખ્યા અને તેના કારણે વધી રહેલાં પ્રદૂષણ અંગે કડક ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુંકે, પરિવાર નિયોજનની માફક ગાડીઓ માટે પણ આ પ્રકારના પ્લાનની જરૂરત ઊભી થઈ રહી છે. દિલ્હી-એનસીઆરમાં કારોની સંખ્યા એક કરોડની ઉપર પહોંચી રહી છે. દેશમાં દર વર્ષે 7 લાખ નવી ગાડીઓ રસ્તા પર ઉતરે છે. […]

સુપ્રીમ કોર્ટનો કટાક્ષ, કારોની સંખ્યા નિયંત્રિત કરવા હવે હમ દો હમારે દો જેવી યોજનાની શરૂઆત કરવાની સ્થિતિ બની રહી છે
| Updated on: Mar 31, 2019 | 5:54 AM

સુપ્રીમ કોર્ટે દેશમાં વધી રહેલી ગાડીઓની સંખ્યા અને તેના કારણે વધી રહેલાં પ્રદૂષણ અંગે કડક ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુંકે, પરિવાર નિયોજનની માફક ગાડીઓ માટે પણ આ પ્રકારના પ્લાનની જરૂરત ઊભી થઈ રહી છે. દિલ્હી-એનસીઆરમાં કારોની સંખ્યા એક કરોડની ઉપર પહોંચી રહી છે.

દેશમાં દર વર્ષે 7 લાખ નવી ગાડીઓ રસ્તા પર ઉતરે છે. જેના પર કોર્ટે પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, પરિવાર નિયોજનમાં હમ દો હમારે દો જેવી રીતેે ગાડીઓ માટે પણ આ કેમ્પઈનની જરૂરત ઊભી થઈ રહી છે. જેના કારણે મોટાં શહેરો અને દેશની રાજધાની દિલ્હીમાં રહેતાં લોકોની ગાડી ખરીદવા પર જ રોક લગાવી શકાય છે.

આ પણ વાંચો : આજે વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી પ્રચારનો સૌથી મોટો કાર્યક્રમ કરશે શરૂ, દેશના 500 શહેરો પર થશે ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ

જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ દીપક ગુપ્તાએ દિલ્હીમાં લોકોની મોટી સંખ્યામાં કાર ખરીદવા પર ચિંતા વ્યક્ત કરી છે. ગાડીઓની વધી રહેલી સંખ્યાના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક અને પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. 

સુપ્રીમ કોર્ટે આ સાથે જ ટિપ્પણી કરી કે, હાલમાં એવા ઘરો છે જ્યાં કમાણી કરનાર એક જ વ્યક્તિ છે અને કારોની સંખ્યા વધુ છે. જો કે તેમાં ખરાબ કંઈ જ નથી. પરંતુ તેના કારણે માર્ગ પરિવહનમાં મુશ્કેલીઓ થઈ રહી છે. આ મુશ્કેલી આગળ જતાં ગંભીર સાબિત થશે. તેને જોતાં હવે પરિવાર નિયોજનની જેમ કાર માટે પણ આ નિયમ બનાવો જોઇએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:54 am, Sun, 31 March 19