Ukraine Russia War : ખાર્કીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે આપી જાણકારી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ માહિતી વિદેશ મંત્રાલય તરફથી સામે આવી છે.

Ukraine Russia War : ખાર્કીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે આપી જાણકારી
Russia Ukraine War Indian student loses his life in shelling in Kharkiv
| Updated on: Mar 01, 2022 | 3:54 PM

રશિયન (Russian Attack) હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં ભારે ફાયરિંગ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદ્યાર્થી ભારતના કર્ણાટકના ચાલગેરીનો રહેવાસી હતો. મૃત્યુ પામનાર વિદ્યાર્થીનું નામ નવીન શેખરપ્પા જ્ઞાનગોદર (Naveen Shekhrappa Gyanagoudar) હોવાની વાત પણ સામે આવી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ ખાર્કિવમાં જોરદાર વિસ્ફોટ કર્યો છે. રશિયન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે પ્રથમ રાઉન્ડની બેઠક યોજાઈ છે. પરંતુ આ છતાં, રશિયન સૈનિકોએ યુક્રેનના શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યુ છે.

 

 

બીજી તરફ યુક્રેનની રાજધાની કિવમાં યુક્રેનની સેનાએ એક રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. યુક્રેનના ગોળીબારના કારણે 3 રશિયન હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. તમને જણાવી દઈએ કે ખાર્કિવ એ રાજધાની કિવ પછી યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર છે. ખાર્કિવ રશિયન સરહદથી માત્ર 25 માઈલ દૂર છે.

 

આ પણ વાંચો –

બેંકિંગથી લઈને સ્પોર્ટ્સ ફેડરેશન સુધી દુનિયાથી અલગ પડ્યુ રશિયા, વોડકા’ પર પણ લાગ્યો પ્રતિબંધ

આ પણ વાંચો –

Russia Ukraine War: યુક્રેન પર રશિયન હુમલા વચ્ચે ભારતીય એમ્બેસીએ જાહેર કરી એડવાઈઝરી, કહ્યું- કોઈપણ પરિસ્થિતિમાં આજે જ કીવ છોડો

આ પણ વાંચો –

Russia Ukraine War: રશિયાએ યુક્રેનના મિલિટરી બેઝ પર કર્યો મોટો હુમલો, ગોળીબારમાં 70થી વધુ સૈનિકો માર્યા ગયા

Published On - 3:10 pm, Tue, 1 March 22