Rahul Gandhi live : માંરુ નામ સાવરકર નથી ગાંધી છે અને ગાંધી કોઈની માફી નથી માંગતા- રાહુલ ગાંધી

ભારતમાં લોકતંત્ર પર આક્રમણ, સંસદમાં મને બોલવા દેવામાં નથી આવી રહ્યો- રાહુલ ગાંધી

Rahul Gandhi live : માંરુ નામ સાવરકર નથી ગાંધી છે અને ગાંધી કોઈની માફી નથી માંગતા- રાહુલ ગાંધી
rahul gandhi press conference
| Updated on: Mar 25, 2023 | 1:38 PM

Rahul Gandhi live: રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો કે અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોના છે? ભારતમાં લોકતંત્ર પર આક્રમણ, સંસદમાં મને બોલવા દેવામાં નથી આવી રહ્યો. રાહુલ ગાંધીએ અદાણી પર લગાવ્યા ગંભીર આરોપ કહ્યું અદાણી ભ્રષ્ટ વ્યક્તિ છે.

હું ડરતો નથી- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે. જો તેમને ત્યાંથી રાહત મળે તો તેમના માટે મોટી મુસીબત આવી શકે છે. રાહુલે કહ્યું કે સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે મારા પર વિદેશી દળોનો હાથ છે. મેં સ્પીકર સાહેબને કહ્યું કે આ ખોટો આરોપ છે, તમે મને બોલવા કેમ નથી દેતા. રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ.

અદાણી અને મોદી વચ્ચેના સંબંધો જૂના

અદાણી અને મોદી વચ્ચેના સંબંધો જૂના છે. વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ પછી હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાહુલે કહ્યું કે આ લોકો મુદ્દા પરથી હટવા માંગે છે. તેઓ મેં પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા માંગતા નથી, તેથી મારી સભ્યપદ રદ કરવામાં આવી છે.

ડિસ ક્વાલિફાઈ કરી દે તો પણ હું કામ કરતો રહીશ

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્સફરન્સમાં કહ્યું હતુ કે મને કોઈ ક્વાલિફિકેશનની જરુરી નથી મને સંસદ માંથી કાઢી પણ મુકશે તો પણ હું કામ કરતો રહીશ. કોન્ફરન્સમા રાહુલ ગાંધીએ બીજેપી અને સહિત અદાણી પર આકરા પ્રહાર કર્યા છે. સાંસદ સભ્ય પદ જતા પહેલી વાર રાહુલે કહ્યું મને મારો પીટો સદસ્યતા રદ કરો મને કોઈ ફર્ક નહી પડતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:06 pm, Sat, 25 March 23