દેશની એકતા-સન્માન સૌથી પહેલા, ચૌરી ચૌરાની 100 વર્ષ જૂની ઘટનાને યાદ કરતા વડાપ્રધાન મોદી

|

Feb 04, 2021 | 1:59 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (pm narendra modi ) કર્યુ સંબોધન, આઝીદીની લડત દરમિયાન ચૌરીચૌરામાં ( Chauri Chaura ) પોલીસ સ્ટેશનને લગાડેલી આગ એ દેશના તમામ નાગરિકોના દીલમાં લાગેલી આગ હતી. દેશની એકતા અને સન્માન સૌથી પહેલા હોવુ જોઈએ. ભારતે આજે વિશ્વના 150 દેશના નાગરિકોને કોરોનાની દવાઓ મોકલી છે.

ઉતરપ્રદેશના ગોરખપુરમાં આયોજીત ચૌરી ચૌરા ( Chauri Chaura ) શતાબ્દિ સમારોહનો પ્રારંભ કરવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (pm narendra modi) દેશને એક રહેવાનો સંદેશ પાઠવ્યો. મોદીએ કહ્યું કે, દેશની એકતા સૌથી પહેલા આવે છે. એ વાત સૌએ ધ્યાને રાખવી જોઈએ. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ 2021ના અંદાજપત્ર બાબતે કહ્યુ કે, આ બજેટથી દેશની જનતા પર કોઈ નવુ ભારણ નથી.

આજથી 100 વર્ષ પૂર્વે ચૌરી ચોરાની ઘટના બની હતી જે આઝાદી સાથે જોડાયેલી હતી. આ પ્રસંગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકીટનું પણ વિમોચન કર્યું હતું. 100 વર્ષ પહેલા બનેલી આ ઘટના એક આગની ઘટના તરીકે જ જોવાઈ રહી હતી. પરંતુ આઝાદીની લડત સમયે પોલીસ સ્ટેશનમાં કેમ આગ લગાડાઈ તેની પાછળ કારણ શુ હતુ તે મહત્વનું છે. આ માત્ર પોલીસ સ્ટેશને જ નહી લોકોના દિલમાં પણ આગ લાગી હતી.

કોરોનાકાળમાં ભારતે વિશ્વના 150 દેશના નાગરીકોને મદદ માટે દવાઓ મોકવામાં આવી હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, વિશ્વભરમાંથી 50 લાખ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. ભારત આજે વિશ્વમાં કોરોનાની વેક્સિન મોકલી રહ્યું છે, અનેક મોટા દેશની સાથેસાથે ભારતમાં પણ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યુ છે. આ કામગીરીથી આપણી આઝાદીની લડતમાં જે લોકો શહીદ થયા છે તેમના આત્માને ગૌરવ મળ્યુ હશે.

કૃષિ બીલ નાબુદી માટે આંદોલન ચલાવી રહેલા ખેડૂતોને આડકતરો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કૃષિ બજાર ખેડૂતોના ફાયદા માટે બને તે માટે 1000 વધુ મંડીઓને ઈ નામ સાથે જોડવામાં આવશે. દરેક ગામના લોકોને નાની મોટી બિમારીના ઈલાજ માટે શહેર તરફ ના જવુ પડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. આંતરમાળખાકીય સવલતો માટે 40,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેનો સીધો લાભ ખેડૂતોને મળશે.

 

Next Video