દીદીના ઘરમાં મોદીની હુંકાર, ચીટ ફંડના નામે લૂંટવામાં આવેલા ધનનો એક-એક પૈસો લોકોને પરત કરવાનું આપ્યું વચન

|

Feb 08, 2019 | 12:43 PM

CBI અને મમતા બેનર્જીની લડાઈ પછી વડાપ્રધાન મોદી ફરી એકવાર મમતાના ગઢમાં પહોંચ્યા છે. જે સાથે જ તેમણે રાજ્યની TMC સરાકર પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ જલપાઇગુડીમાં અનેક યોજનાઓનું ખાતમુહર્ત કર્યા બાદ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, આ સ્થળ સાથે મારો જુનો સંબંધ છે. તમે ચા ઉગાડનારા લોકો છો અને હું ચા વેચનારો વ્યક્તિ […]

દીદીના ઘરમાં મોદીની હુંકાર, ચીટ ફંડના નામે લૂંટવામાં આવેલા ધનનો એક-એક પૈસો લોકોને પરત કરવાનું આપ્યું વચન

Follow us on

CBI અને મમતા બેનર્જીની લડાઈ પછી વડાપ્રધાન મોદી ફરી એકવાર મમતાના ગઢમાં પહોંચ્યા છે. જે સાથે જ તેમણે રાજ્યની TMC સરાકર પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ જલપાઇગુડીમાં અનેક યોજનાઓનું ખાતમુહર્ત કર્યા બાદ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, આ સ્થળ સાથે મારો જુનો સંબંધ છે. તમે ચા ઉગાડનારા લોકો છો અને હું ચા વેચનારો વ્યક્તિ છું, પરંતુ ચા વાળાઓથી દીદીને આટલી ચીડ શા માટે છે ?

મોદીએ પોતાની જ આગવી ભાષામાં કટાક્ષ કરતાં કહ્યું કે, TMCની સરકારની તમામ યોજનાઓમાં વચેટીયાઓનો અધિકાર છે. દીદી દિલ્હી જવાની તૈયારી કરી રહ્યા છે. આજે પરિસ્થિતી એ છે કે પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી તો દીદી છે, પરંતુ દાદાગીરી તો બીજા કોઈની જ ચાલી રહી છે.

વડાપ્રધાને કમ્યુનિસ્ટોના શાસનની વાત કરતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ‘માં, માટી, માનુષ’નાં નામે જેમને સત્તા સોંપી, જેમને કમ્યુનિસ્ટોનાં કુશાસનથી મુક્તિની જવાબદારી આપવામાં આવી તેમણે લોહીયાળ રાજકારણને પોતાનું બનાવી દીધું. જગાઇ-મધાઇનું આ ગઠબંધન તુટવું જોઇએ કે નહી ? પશ્ચિમ બંગાળમાં હિંસાનો સમય ચાલી રહ્યો છે જે દશકોથી ચાલી રહ્યો છે, તે ખતમ થવો જોઇએ કે નહી, બંગાળનાં યુવાનો લોહીયાળ જંગોથી આઝાદી મળવી જોઇએ કે નહી ?

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

આ પણ વાંચો : શું લાલકૃષ્ણ અડવાણીએ મૌન ધારણ કરી લીધું છે? સંસદમાં છેલ્લા 5 વર્ષોમાં બોલ્યા એટલા જ શબ્દો જેટલા બીજા ધોરણનો વિદ્યાર્થી ગાય પર એક નિબંધ લખે

ખાસ વાત એ છેકે છેલ્લા થોડાં સમયથી વડાપ્રધાન મોદીએ બંગાળમાં સતત રેલીઓ કરી રહ્યા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં તેમની આ ત્રીજી રેલી છે. જેમાં વર્તમાન રાજ્ય સરકાર અને કોંગ્રેસને આડે હાથ લેતાં આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનરજી સામે ભ્રષ્ટાચારીઓને સાથ આપવા માટે ઉપવાસ પર બેસવાનો આરોપ લગાવ્યો હતો.

મોદીએ રાજ્યના સૌથી મોટાં ચીટ ફંડ પર કહ્યું કે, હુ ચીટ ફંડના એક એક પીડિતને વિશ્વાસ આપવા આવ્યો છું કે તમને આ સ્થિતિમાં પહોંચાડનારાઓને કાયદા સામે ઉભા કરાશે. ગરીબોને લૂંટનારા અને લુટારૂઓને સાથ આપનારાઓની ખેર નથી. કોઇને છોડવામાં નહીં આવે. આ ચોકીદાર ચૂપ નહીં બેસે.

વડાપ્રધાન મોદીએ જલપાઇગુડીમાં રાષ્ટ્રીય રાજમાર્ગ-31ડીની કલકાતા-સલસલાબાડી ખંડની ચાર લેનનાં કરવાની આધારશીલા મુકી હતી. વડાપ્રદાન કાર્યાલય તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રીય રાજમાર્ગનો આ 41.7 કિલોમીટર લાંબા વિસ્તારને બંગાળનાં જલપાઇગુડી જિલ્લામાં આવે છે અને 1938 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર કરવામાં આવશે. તે ઉપરાંત મોદી જલપાઇગુડીમાં હાઇકોર્ટની સર્કિટ બેંચનું પણ ઉદ્ધાટન કરવાના છે.

[yop_poll id=1217]

Next Article