ચૂંટણી આવતાં જ વડાપ્રધાન મોદી આવ્યા ‘FULL ચૂંટણી MODE’ માં, તમામ આરોપ અને સવાલોનો આપ્યા દિલ ખોલીને જવાબ

|

Feb 07, 2019 | 4:11 PM

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ સરકારે પોતાના અંતિમ બજેટ સત્રના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત વિપક્ષ પર હુમલો કર્યો છે. લોકસભામાં મોદી સરકારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેના પર અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચાનો જવાબ આપતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ગુરુવારે બજેટ […]

ચૂંટણી આવતાં જ વડાપ્રધાન મોદી આવ્યા FULL ચૂંટણી MODE માં, તમામ આરોપ અને સવાલોનો આપ્યા દિલ ખોલીને જવાબ

Follow us on

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ સરકારે પોતાના અંતિમ બજેટ સત્રના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત વિપક્ષ પર હુમલો કર્યો છે. લોકસભામાં મોદી સરકારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

જેના પર અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચાનો જવાબ આપતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ ગુરુવારે બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પાઠવી પોતાની વાત રજૂ કરી હતી. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે આ વખતે સંબોધનમાં રાષ્ટ્રપતિએ જે રીતે દેશને દિશા આપી, સરકારના વિઝનની પ્રશંસા છે અને તેના માટે હું રાષ્ટ્રપતિનો આભારી છું. જે સાથે જ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર શરૂ કરતાં કહ્યું કે, મોદી સંસ્થાઓને ખતમ કરે છે, બરબાદ કરી રહ્યાં છે. અમારે ત્યારે કહેવત છે, ઉલ્ટા ચોર, ચોકીદારકો બોલે.

શું કર્યો પ્રહાર ? 

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, BC એટલે બિફોર કોંગ્રેસ, AD એટલે આફ્ટર ડાયનેસ્ટીને યાદ કર્યું અને કોંગ્રેસ મુક્ત ભારતની વાત પર કહ્યું કે, કોંગ્રેસ મુક્ત ભારત એ મારું વાક્ય નથી પરંતુ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું છે. હું તો બસ તેમના આ વાક્યને આગળ વધારી રહ્યો છું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેમજ દેશ છોડીને ભાગેલા લોકો પર તેમણે કહ્યું કે, જે લોકો દેશ છોડીને પૈસા લઈને ભાગી ગયા તે લોકો આજે ટ્વીટર પર રડી રહ્યા છે. દેશમાં કાળું ધન પાછું લાવવામાં આવશે.

આ પણ વાંચો : શું હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ પણ કરશે રાજકારણમાં પ્રવેશ ? હાર્દિકે કર્યો શું ખુલાસો

લાંબા સમયથી કોંગ્રેસના રાફેલ મુદ્દા પર મોદીએ પોતાના અંદાજમાં જવાબ આપતાં કહ્યું કે રાફેલ અંગેનાં આરોપોનાં જવાબ રક્ષામંત્રીએ આપ્યા છે. કોંગ્રેસ પાર્ટી નથી ઈચ્છતી કે વાયુસેના મજબૂત બને. કોંગ્રેસ રાફેલનો સોદો રદ કરાવવા માંગતી હતી. કોંગ્રેસ સરકારમાં રક્ષા સોદાઓમાં દલાલીનો મોટો ઈતિહાસ રહ્યો છે. આ લોકો જૂઠ્ઠું સંપૂર્ણ આત્મવિશ્વાસથી બોલી રહ્યા છે. કારણ કે આ લોકો માને છે કે છેલ્લા 55 વર્ષોમાં એક પણ રક્ષા ડીલ દલાલી વગર થઈ જ નથી.

આ પણ વાંચો : EXCLUSIVE: હાર્દિક પટેલને જનતાએ પહેલી વખત પૂછયા એવા 10 પ્રશ્નો જેના પર તેને તાત્કાલિક આપ્યા જવાબ, જુઓ વીડિયો

વડાપ્રધાને કોંગ્રેસના 55 વર્ષના શાસન પર જણાવ્યું કે આજે વચેટીયા ખતમ થઇ ગયા છે અને ગરીબોના પૈસા સીધા ગરીબોનાં ખાતામાં જઈ રહ્યા છે. કોંગ્રેસનું 55 વર્ષ રાજ હતું અને અમારા 55 મહિના માત્ર સેવાનાં છે. અમારી સરકાર નિષ્ઠા અને નીતિથી 24 કલાક ગરીબો માટે કામ કરી રહી છે. કોંગ્રેસનો ઈતિહાસ જ ગોટાળાથી ભરેલો છે.

[yop_poll id=1186]

Next Article