
Specific Religion : ભારત સરકારે નાગરિકત્વ કાયદા 1955 અંતર્ગત દેશના 13 જિલ્લાઓમાં વસતા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માટે અરજીઓ મંગાવી છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે,પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ઘણા દેશો ખાસ ધર્મોનું સમર્થન કરે છે અને એ ધર્મને આધારે જ નાગરિકતા આપે છે ? ઘણા દેશોએ બંધારણમાં જ રાજકીય ધર્મ (state religion)નક્કી કરી નાખ્યો છે અને એને જ સર્વોપરી માને છે અને એ ધર્મને આધારે જ નાગરિકતા આપે છે. આવા ધર્મોમાં ઇસ્લામ અને ઈસાઈ ધર્મ મુખ્ય છે.
80 થી વધારે દેશમાં ખાસ ધર્મનું સમર્થન
Pew Research Center દ્વારા દુનિયાના 199 દેશોમાં ખાસ ધર્મના સમર્થન (Specific Religion) અંગે સંશોધન અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સંશોધન અને વિશ્લેષણ અનુસાર 199 દેશોમાંથી 80થી વધુ દેશો એવા છે જે બંધારણીય રીતે અથવા સરકાર દ્વારા સમર્થન કરવાની દૃષ્ટિએ ખાસ ધર્મનું સમર્થન કરે છે.
27 દેશોમાં ઇસ્લામ રાજકીય ધર્મ
ઘણા દેશોમાં ઇસ્લામ ધર્મ (Islam) રાજકીય દૃષ્ટિએ બંધારણીય રીતે જાહેર કરાયેલો ધર્મ છે, તો ઘણા દેશો ઈસાઈ ધર્મ (Christianity) ને આધારે નાગરિકોને વિશેષ અધિકારો આપે છે. દુનિયાના 27 દેશોએ બંધારણીય રીતે ઇસ્લામ ધર્મને રાજકીય ધર્મ (state religion) તરીકે જાહેર કરેલો છે. આ 27 દેશોમાં મોટા ભાગના દેશો મધ્ય અને પૂરબ ઉત્તરીય આફ્રિકાના દેશો છે.
13 દેશોમાં ઈસાઈ ધર્મ રાજકીય ધર્મ
દુનિયાના 13 દેશો એવા છે જેમણે ઈસાઈ ધર્મને કે તેના એક વિશેષ સંપ્રદાયને રાજકીય ધર્મ (state religion) તરીકે જાહેર કરેલો છે. આ 13 દેશોમાં યુરોપીય યુનિયનના 9 દેશોનો પણ સમાવેશ થાય છે.
આ 13 દેશો ઉપરાંત 40 દેશો એવા છે જેમણે ઈસાઈ ધર્મને રાજકીય ધર્મ તરીકે જાહેર કરેલો નથી, પણ ખાસ ધર્મ (Specific Religion) તરીકે ઈસાઈ ધર્મ અને તેના ખાસ સંપ્રદાયનું સમર્થન કરે છે.
6 દેશોમાં બૌદ્ધ ધર્મ સર્વોપરી
6 દેશોમાં બૌદ્ધ ધર્મ સર્વોપરી છે,જેમાં 4 દેશો મ્યાનમાર, લાઓસ, મોંગોલિયા અને શ્રીલંકામાં બૌદ્ધ ધર્મને ટોચનું સમર્થન (Specific Religion) આપવામાં આવ્યું છે, જયારે ભૂતાન અને કંબોડિયામાં બૌદ્ધ ધર્મ આધિકારીક ધર્મ એટલે કે રાજકીય ધર્મ (state religion) છે.
યહૂદી એક માત્ર ઇઝરાયેલમાં રાજકીય ધર્મ
ઇઝરાયેલ એક માત્ર એવો દેશ છે જેમાં યહૂદી ધર્મ (Judaism) ને ઇઝરાયેલનો રાજકીય ધર્મ ઘોષિત કરવામાં આવ્યો છે. દુનિયામાં યહુદીઓનો એક માત્ર દેશ ઇઝરાયેલ છે.
હિંદુ ધર્મનો એક પણ દેશ નહી
દુનિયામાં ઇસ્લામ ધર્મના 27 દેશો, ઈસાઈ ધર્મના 13 દેશો બૌદ્ધ ધર્મના 6 દેશો અને યહૂદી ધર્મનો એક દેશ છે જ્યાં જે તે ધર્મને રાજકીય ધર્મ (state religion) જાહેર કરવામાં આવેલો છે. પરંતુ દુનિયમાં હિંદુ ધર્મને રાજકીય ધર્મ જાહેર કરવામાં આવ્યો હોય એવો એક પણ દેશ નથી. ભારતમાં હિંદુ ધર્મને સમર્થિત ધર્મ (favored religion) છે. નેપાળ હિંદુ ધર્મનો એક માત્ર દેશ હતો, પણ ત્યાં પણ લોકશાહી આવતા હાલ દુનિયમાં હિંદુ ધર્મ રાજકીય ધર્મ હોય એવો એક પણ દેશ નથી.
Published On - 7:04 pm, Sat, 29 May 21