Guidelines for international arrivals: આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જાહેર કરી નવી ગાઇડલાઈન, 14 ફેબ્રુઆરીથી લાગુ થશે, ફરજિયાત હોમ-ક્વોરેન્ટાઇન નિયમ દૂર કરવામાં આવ્યો

|

Feb 10, 2022 | 2:02 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સુધારેલી માર્ગદર્શિકા 14 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

Guidelines for international arrivals: આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જાહેર કરી નવી ગાઇડલાઈન, 14 ફેબ્રુઆરીથી લાગુ થશે, ફરજિયાત હોમ-ક્વોરેન્ટાઇન નિયમ દૂર કરવામાં આવ્યો
Guidelines for international arrivals ( File photo)

Follow us on

વિશ્વભરમાં કોરોના (Corona) મહામારીના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે વિદેશથી (Guidelines for international arrivals) આવતા લોકો  માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા 14 ફેબ્રુઆરીથી લાગુ થશે. જોખમ ભર્યા દેશને પણ બાકાત કરી દેવામાં આવ્યા છે. ભારત આવ્યા બાદ  14 દિવસનું સેલ્ફ આઇસોલેશન ચાલુ રહેશે. સાત દિવસના હોમ ક્વોરેન્ટાઇન પછી તેને પૂર્ણ કરવું પડશે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવા ઉપરાંત, પારસ્પરિક ધોરણે વિશ્વભરના દેશોમાંથી પૂરા પાડવામાં આવેલ કોવિડ-19 રસીકરણનું સંપૂર્ણ રસીકરણ પ્રમાણપત્ર અપલોડ કરવાનો વિકલ્પ પણ હશે. હાલમાં RT-PCR ટેસ્ટ ભારતની મુસાફરીના 72 કલાક પહેલા કરાવવો પડે છે. વિશ્વભરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને મુસાફરીને લઈને નિયમો બનાવવામાં આવ્યા છે. ઘણા દેશોમાં, ફક્ત સંપૂર્ણ રસીવાળા લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. સાથે જ ઘણી જગ્યાએ રસીકરણ વગર એન્ટ્રી આપવામાં આવી રહી નથી.

ભારતમાં આવતા બે ટકા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં આગમનના આઠમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાની અને તેને એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે. ભારતમાં આગમન પર તમામ દેશોના 2 ટકા આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવશે. આ સમય દરમિયાન મુસાફરો પોતાના સેમ્પલ આપીને એરપોર્ટ જઈ શકે છે. વિશ્વભરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને મુસાફરીને લઈને નિયમો બનાવવામાં આવ્યા છે. ઘણા દેશોમાં, ફક્ત સંપૂર્ણ રસીવાળા લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ સાથે જ ઘણી જગ્યાએ રસીકરણ વગર એન્ટ્રી આપવામાં આવી રહી નથી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ભારતમાં કોવિડના 67,084 નવા કેસ નોંધાયા છે

સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત માર્ગદર્શિકા એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોવિડ વેવ ઓછો થવા લાગ્યો છે. જેના કારણે હવે ઘણા દેશોમાં મુસાફરોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. તે જ સમયે, ભારતમાં છેલ્લા એક દિવસમાં કોવિડ -19 ના 67,084 નવા કેસ નોંધાયા પછી, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,24,78,060 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા ઘટીને 7,90,789 થઈ ગઈ છે. દેશમાં કોવિડ -19 થી વધુ 1,241 લોકોના મૃત્યુ પછી, ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,06,520 થઈ ગઈ છે.

આ પણ વાંચો : UP Assembly Election 2022 Phase 1 Voting Live updates : મેરઠમાં બપોરે 1 વાગ્યા સુધી 34 ટકા વોટ, સપાને વોટ આપવાથી રોકવાનો આરોપ

આ પણ વાંચો : Rajasthan: બાડમેરના ભાજપ નેતાએ હિજાબ વિવાદ પર કોંગ્રેસ પર કર્યો પ્રહાર, કહ્યું, રાજસ્થાનમાં CM શા માટે બુરખા હટાવ અભિયાન ચલાવે છે

Published On - 12:58 pm, Thu, 10 February 22

Next Article