મધ્યપ્રદેશ: ભીંડમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને ડમ્પરની ટક્કરમાં 7 ના મોત

Madhya Prdeshના ભિંડમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બસ અને ડમ્પર વચ્ચે અથડામણમાં 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ભીંડના ગોહાડ સ્ક્વેર પર થયો હતો.

મધ્યપ્રદેશ: ભીંડમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને ડમ્પરની ટક્કરમાં 7 ના મોત
Madhya Pradesh Seven passengers died on the spot 13 injured in a collision between a bus and container truck in Bhind
| Updated on: Oct 01, 2021 | 11:04 AM

મધ્યપ્રદેશના ભિંડમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બસ અને ડમ્પર વચ્ચે અથડામણમાં 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ભીંડના ગોહાડ સ્ક્વેર પર થયો હતો. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા, બાદમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

બસમાં સવાર 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં 5 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ, અકસ્માત NH 92 પર શુક્રવારે સવારે ગોહાડ ચૌરાહા પોલીસ સ્ટેશન વિસ્તારના ડાંગ વિરખાડી ગામની સામે થયો હતો. આ ડમ્પર ભીંડથી આવી રહ્યું હતું, અહીં એક બસ ગ્વાલિયર તરફથી આવી રહી હતી. અકસ્માતગ્રસ્ત બસ ગ્વાલિયરથી બરેલી જઈ રહી હતી.

આ પણ વાંચો –

Monsoon 2021: તોફાની વરસાદમાં એક જ દિવસમાં વધુ 10 ડેમો ઓવરફ્લો, જાણો કયા વિસ્તારમાં ડેમોની શું સ્થિતિ

આ પણ વાંચો –

Shiddat Review : આ લવ સ્ટોરીમાં સની કૌશલ અને રાધિકા ચમક્યા, ફિલ્મ જોતા પહેલા જરૂર વાંચો આ રિવ્યૂ

 

Published On - 9:47 am, Fri, 1 October 21