કોંગ્રેસે આઠમી યાદી કરી જાહેર, એક સાથે ચાર પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેલ્યો ‘માસ્ટર સ્ટ્રોક’

|

Mar 24, 2019 | 2:44 AM

કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે વધુ 38 ઉમેદવારોના નામની 8મી યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસે 4 પૂર્વ મુખ્યમંત્રીને લોકસભાની ચૂંટણી આપવામાં આવી છે. જેમાં દિગ્વિજય સિંહ, અશોક ચૌહાણ, એમ વીરપ્પા મોઇલી અને હરીશ રાવતનું નામ સામેલ થયું છે. કોણે ક્યાંથી મળી ટિકિટ ?  લાંબા સમયથી દિગ્વિજય સિંહ અને અશોક ચૌહાણના નામ પર વિશેષ ચર્ચા થઈ […]

કોંગ્રેસે આઠમી યાદી કરી જાહેર, એક સાથે ચાર પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેલ્યો માસ્ટર સ્ટ્રોક

Follow us on

કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે વધુ 38 ઉમેદવારોના નામની 8મી યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસે 4 પૂર્વ મુખ્યમંત્રીને લોકસભાની ચૂંટણી આપવામાં આવી છે. જેમાં દિગ્વિજય સિંહ, અશોક ચૌહાણ, એમ વીરપ્પા મોઇલી અને હરીશ રાવતનું નામ સામેલ થયું છે.

કોણે ક્યાંથી મળી ટિકિટ ? 

લાંબા સમયથી દિગ્વિજય સિંહ અને અશોક ચૌહાણના નામ પર વિશેષ ચર્ચા થઈ રહી હતી. જેમાં અશોક ચૌહાણ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોય તેવી વાતો સામે આવી રહી હતી. પરંતુ દિગ્વિજય સિંહ ભોપાલથી મેદાનમાં ઉતરશે ત્યારે અશોક ચૌહાણ નાંદેડથી ટિકિટ મળી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો : હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ થામ્યો, ભાજપની આ અભિનેત્રી સામે લડી શકે છે ચૂંટણી

આ તરફ કોંગ્રેસમાં સામેલ થયેલી સપના ચૌધરીને કોંગ્રેસ મથુરાથી હેમા માલિની સામે ચૂંટણી લડાવી શકે તેવી અટકળોને પણ હાલ પૂર્ણ વિરામ લાગ્યું છે. જ્યાંથી કોંગ્રેસે મહેશ પાઠકને લડાવવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસની 8મી યાદીમાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની સુરક્ષિત ગુલબર્ગથી સીટ આફી છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને નૈનીતાલ ઉધમસિંહ નગરથી લોકસભા માટે ઉતારવાનો નિર્ણય કર્યો છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઇલી કર્ણાટકના ચિકબલપુરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article