રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : રાજસ્થાનમાં અત્યાર સુધી કઈ પાર્ટીના નેતા કેટલા સમય માટે રહ્યા સીએમ? જાણો અહીં

રાજસ્થાનના જાદુગર કહેવાતા મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાની સત્તા ગુમાવતા જોવા મળી રહ્યા છે. સરદારપુરા સીટથી અને વસુંધરા રાજે સિંધિયા ઝાલરાપાટન સીટથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય ભાજપ તરફથી 7 સાંસદો પણ ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપ અહીં કોંગ્રેસ કરતા ઘણી આગળ છે અને જીત લગભગ નિશ્ચિત છે. ત્યારે ચાલો જાણીએ રાજસ્થાનમાં કોણ કેટલા ટાઈમ સુધી સીએમ પદ પર રહ્યું.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : રાજસ્થાનમાં અત્યાર સુધી કઈ પાર્ટીના નેતા કેટલા સમય માટે રહ્યા સીએમ? જાણો અહીં
List of Chief Ministers of Rajasthan
| Updated on: Dec 04, 2023 | 2:07 PM

રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થતા હવે ટૂંક જ સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ . તમને જણાવી દઈએ તો રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ સત્તા બદલવાનો દૌર ચાલુ છે. ત્યારે જણાય રહ્યું છે કે ભાજપ રાજસ્થાનમાં 101 સીટ સાથે ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસ પોતાના જ રાજ્યમાં 77 સીટ સાથે ધોવાઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું છે.

આમાંથી ઘણી સીટો પોતપોતાના કારણોસર હાઈપ્રોફાઈલ સીટ બની ગઈ છે અને દરેકની નજર આ સીટ પર છે. રાજસ્થાનના જાદુગર કહેવાતા મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાની સત્તા ગુમાવતા જોવા મળી રહ્યા છે. સરદારપુરા સીટથી અને વસુંધરા રાજે સિંધિયા ઝાલરાપાટણ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય ભાજપ તરફથી 7 સાંસદો પણ ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપ અહીં કોંગ્રેસ કરતા ઘણી આગળ છે અને જીત લગભગ નિશ્ચિત છે. ત્યારે હવે અશોક ગહેલોતનું કરિયર અહીં પૂરુ થઈ જશે કે કેમ તે જોવું રહ્યું. ત્યારે ચાલો જાણીએ રાજસ્થાનમાં કોણ કેટલા ટાઈમ સુધી સીએમ પદ પર રહ્યું.

રાજસ્થાનના અત્યાર સુધીના સીએમની યાદી

  • 1. હીરા લાલ શાસ્ત્રી – 7 એપ્રિલ 1949થી 5 જાન્યુઆરી 1951- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 2. સી.એસ. વેંકટાચારી- 6 જાન્યુઆરી 1951 થી 25 એપ્રિલ 1951- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 3.જય નારાયણ વ્યાસ- 26 એપ્રિલ 1951 થી 3 માર્ચ 1952 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 4. ટીકા રામ પાલીવાલ – 3 માર્ચ 1952 થી 31 ઓક્ટોબર 1952 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 5.જય નારાયણ વ્યાસ [2] 1 નવેમ્બર 1952 થી 12 નવેમ્બર 1954 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 6. મોહન લાલ સુખડિયા 13 નવેમ્બર 1954 થી 11 એપ્રિલ 1957 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 7. મોહન લાલ સુખડિયા [2] 11 એપ્રિલ 1957 થી 11 માર્ચ 1962 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 8. મોહન લાલ સુખડિયા [3] 12 માર્ચ 1962 થી 13 માર્ચ 1967 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ખાલી – રાષ્ટ્રપતિ શાસન 13 માર્ચ 1967 થી 26 એપ્રિલ 1967

  • 9. મોહન લાલ સુખડિયા [4] 26 એપ્રિલ 1967 થી 9 જુલાઈ 1971 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 10. બરકતુલ્લા ખાન 9 જુલાઈ 1971 થી 11 ઓગસ્ટ 1973 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 11 .હરિદેવ જોશી 11 ઓગસ્ટ 1973 થી 29 એપ્રિલ 1977- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ખાલી – રાષ્ટ્રપતિ શાસન 29 ઓગસ્ટ 1973 થી 22 જૂન 1977

  • 12. ભૈરોન સિંહ શેખાવત 22 જૂન 1977 થી 16 ફેબ્રુઆરી 1980- જનતા પાર્ટી

ખાલી – રાષ્ટ્રપતિ શાસન 16 માર્ચ 1980 થી 6 જૂન 1980

  • 13. જગન્નાથ પહાડિયા 6 જૂન 1980 થી 13 જુલાઈ 1981 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 14. શિવચરણ માથુર 14 જુલાઈ 1981 થી 23 ફેબ્રુઆરી 1985 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 15. હીરા લાલ દેવપુરા 23 ફેબ્રુઆરી 1985 થી 10 માર્ચ 1985 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 16. હરિદેવ જોશી [2] 10 માર્ચ 1985 થી 20 જાન્યુઆરી 1988 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 17. શિવચરણ માથુર [2] 20 જાન્યુઆરી 1988 થી 4 ડિસેમ્બર 1989 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 18. હરિદેવ જોશી [3] 4 ડિસેમ્બર 1989 થી 4 માર્ચ 1990 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 19. ભૈરોન સિંહ શેખાવત [2] 4 માર્ચ 1990 થી 15 ડિસેમ્બર 1992 – ભાજપ

ખાલી – રાષ્ટ્રપતિ શાસન 15 ડિસેમ્બર 1992 થી 4 ડિસેમ્બર 1993

  • 20. ભૈરોન સિંહ શેખાવત [3] 4 ડિસેમ્બર 1993 થી 29 ડિસેમ્બર 1998 – ભાજપ
  • 21. અશોક ગેહલોત 1 ડિસેમ્બર 1998 થી 8 ડિસેમ્બર 2003 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 22. વસુંધરા રાજે સિંધિયા 8 ડિસેમ્બર 2003 થી 11 ડિસેમ્બર 2008 – ભાજપ
  • 23. અશોક ગેહલોત [2] 12 ડિસેમ્બર 2008 થી 13 ડિસેમ્બર 2013 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • 24. વસુંધરા રાજે સિંધિયા [2] 13 ડિસેમ્બર 2013 થી 16 ડિસેમ્બર 2018- ભાજપ
  • 25. અશોક ગેહલોત [3] 17 ડિસેમ્બર 2018 ના રોજ..- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

Published On - 1:44 pm, Sun, 3 December 23