PM મોદી જે બેઠક પરથી લડવાના હતાં તે દ.બેંગલુરૂની બેઠક પરથી લડશે આ 28 વર્ષનો યુવાન, કોણ છે તેજસ્વી સૂર્યા જેના પર મોદીથી વધુ વિશ્વાસ મુકવામાં આવ્યો?

|

Mar 26, 2019 | 7:44 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બેઠક પરથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી તે દક્ષિણ બેંગલુરૂની બેઠક પરથી ભાજપે નવું જ નામ જાહેર કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ભાજપે દક્ષિણ બેંગ્લુરૂની બેઠક પરથી 28 વર્ષીય યુવા નેતા અને વકીલ તેજસ્વી સૂર્યાને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. આ પહેલાં એવી પણ ચર્ચા ચાલી રહી […]

PM મોદી જે બેઠક પરથી લડવાના હતાં તે દ.બેંગલુરૂની બેઠક પરથી લડશે આ 28 વર્ષનો યુવાન, કોણ છે તેજસ્વી સૂર્યા જેના પર મોદીથી વધુ વિશ્વાસ મુકવામાં આવ્યો?

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બેઠક પરથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી તે દક્ષિણ બેંગલુરૂની બેઠક પરથી ભાજપે નવું જ નામ જાહેર કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ભાજપે દક્ષિણ બેંગ્લુરૂની બેઠક પરથી 28 વર્ષીય યુવા નેતા અને વકીલ તેજસ્વી સૂર્યાને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.

આ પહેલાં એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક ઉપરાંત કર્ણાટકની દક્ષિણ બેંગલુરુ બેઠક પરથી પણ ચૂંટણી લડશે. જેના પર હવે પૂર્ણ વિરામ લાગી રહ્યો છે, જ્યાંથી તેજસ્વીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક માટે તા. 18મી એપ્રિલના રોજ મતદાન યોજાશે.

આ પણ વાંચો : શા માટે વિજય માલ્યાએ દેશની સૌથી મોટી એર કંપની બચાવવા માટે બેંકોને કરી અપીલ, ‘મારી સંપત્તિ લઈ લો પણ આ કંપનીને બચાવી લો’

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ભાજપ નેતા તેજસ્વીએ ટ્વિટ કરતા લખ્યું કે, OMG OMG! મને વિશ્વાસ નથી થઈ રહ્યો. દક્ષિણ બેંગલુરુ જેવી પ્રતિષ્ઠિત બેઠક પર જીત માટે દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાને 28 વર્ષના એક છોકરા પર વિશ્વાસ મૂક્યો છે. આવું ખરેખર બીજેપીમાં જ થઈ શકે. ફક્ત @narendramodi ના #NewIndia માં આવું શક્ય છે.

જો કે આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અનંત કુમાર ચૂંટાઈને આવ્યા હતા જેથી તેમના અવસાન બાદ તેમની પત્નીનું નામ પણ આ બેઠક પરથી ચર્ચામાં રહ્યું હતું. પરંતુ પાર્ટીએ સૌ કોઈને પોતાના નિર્ણયથી ચોંકાવી દીધા છે. તેજસ્વી RSS ના પણ ઘણાં સક્રિય રહ્યા છે અને નાની ઉંમરમાં “Arise India” નામની એક સામાજિક સંસ્થાની સ્થાપના કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article