J&K : પુલવામા હુમલા માફક ફરી એક વખત CRPFના જવાનોને કરવામાં આવ્યા ટાર્ગેટ, બનિહાલ ટનલની પાસે કારમાં થયો વિસ્ફોટ

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર બનિહાલની પાસે એક કારમાં વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટ જે કારમાં થયો તે કારની નજીકથી ભારતીય સુરક્ષા જવાનોનો કાફલો પણ પસાર થઈ રહ્યો હતો. આ CRPFના કાફલાની 6-7 બસો હતી અને અંદાજીત 40 જવાનો તેમાં સવાર હતા. હાલમાં આ સૈનિકો ત્યાંથી નીકળી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીર હાઈવે પર આવેલી […]

J&K : પુલવામા હુમલા માફક ફરી એક વખત CRPFના જવાનોને કરવામાં આવ્યા ટાર્ગેટ, બનિહાલ ટનલની પાસે કારમાં થયો વિસ્ફોટ
| Updated on: Mar 30, 2019 | 9:03 AM

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર બનિહાલની પાસે એક કારમાં વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટ જે કારમાં થયો તે કારની નજીકથી ભારતીય સુરક્ષા જવાનોનો કાફલો પણ પસાર થઈ રહ્યો હતો. આ CRPFના કાફલાની 6-7 બસો હતી અને અંદાજીત 40 જવાનો તેમાં સવાર હતા. હાલમાં આ સૈનિકો ત્યાંથી નીકળી ચુક્યા છે.

જમ્મુ-કાશ્મીર હાઈવે પર આવેલી બનિહાલ ટનલની પાસેના રહેણાંક વિસ્તારથી દૂર એક સેન્ટ્રો કાર ઊભી રહી હતી. જ્યારે સીઆરપીએફનો કાફલો નજીક આવી રહ્યો હતો ત્યારે આ કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થયો ત્યારે કારમાં કોઈ નહોતું. કારનો ડ્રાઈવર ત્યાં હાજર ન હોવાથી સુરક્ષા એજન્સીઓને શંકા ગઈ હતી. હાલમાં ડ્રાઈવર ફરાર છે.

સીઆરપીએફ પાસેથી મળેલી જાણકારી મુજબ તપાસ દરમિયાન કારનું સિલેન્ડર ફાટવાના કારણે ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. સીઆરપીએફ જવાનોનો કાફલો કારથી ઘણો દુર હતો. વિસ્ફોટ ઘણો ભયાનક હોવાથી દૂર હોવા છતાં પણ સીઆરપીફની એક બસને સામાન્ય નુકશાન પહોંચ્યું હતું અને બસના કાચ પણ તૂટી ગયા હતા. આ વિસ્ફોટમાં સીઆરપીએફના જવાન કે કોઈ સામાન્ય નાગરિક ઘાયલ થયા નથી. હાલમાં સુરક્ષાદળોએ સંપૂર્ણ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : IPL-2019: મેદાનમાં રમતાં ખેલાડીઓ કરતાં પણ વધુ લોકપ્રિય બની રહી છે ‘ઝિવા ધોની’, ફરી સામે આવ્યો ક્યૂટ વીડિયો

અહીં ઉલ્લેખનીય છે કે ગઈ 14 ફેબ્રુઆરીએ પુલવામાં જબરજ્સ્ત વિસ્ફોટ થયો હતો. આરડીએક્સથી ભરેલી એક કારે સીઆરપીફની બસ સાથે ટક્કર મારી હતી. આ આતંકી હુમલામાં 40 સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ગૃહમંત્રાલયે એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. તે મુજબ સુરક્ષા જવાનોનો કાફલો જ્યાંથી પસાર થતો હોય ત્યાં આવાગમન બંધ કરી દેવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:03 am, Sat, 30 March 19