
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને COP28માં તેમના સારા મિત્ર ગણાવ્યા હતા. દુબઈમાં ક્લાઈમેટ સમિટ દરમિયાન મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યાં તેઓએ પીએમ સાથે સેલ્ફી લીધી હતી. તેણી આ સેલ્ફી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે જેના કેપ્શનમાં લખ્યું હતુ #Melodi. પીએમ મોદી સાથે સેલ્ફી શેર કરતી વખતે મેલોનીએ લખ્યું, ‘COP28માં ગુડ ફ્રેન્ડ’.
તમને જણાવી દઈએ કે હાલ યુએઈમાં ક્લાઈમેટ કોન્ફરન્સ ચાલી રહી છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી અનેક નેતાઓ પહોંચ્યા છે. પીએમ મોદી પણ તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા આ દરમિયાન COP28 સમિટમાં PM મોદીએ તમામ દેશોને પર્યાવરણ વિશે વિચારવાનું આહ્વાન કર્યું હતું તેમજ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા અંગે વાત કરી હતી.સમિટની બાજુમાં, વડા પ્રધાન મોદી ઘણા વૈશ્વિક નેતાઓને મળ્યા હતા અને તેમની સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
ઈટલીના પીએમ જૉર્જિયાએ પીએમ મોદીને ગણાવ્યા સારા મિત્ર ગણાવ્યા હતા.આ દરમિયાન પીએમ મોદી અને ઈટલીના પીએમ જૉર્જિયા મેલોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.પીએમ મોદી સાથે ક્લિક કરેલી આ સેલ્ફી જૉર્જિયા મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે ”સીઓપી28માં સારા મિત્રો” જ્યારે હેશટેગ કરીને #Melodi શબ્દનો પ્રયોગ કર્યો છે.આ પહેલા COP28 સમિટમાં ભાગ લેનારા વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની કેમિસ્ટ્રી જોવા મળી હતી બંને એકસાથે હસતા અને વાતચીત કરતા જોવા મળ્યા હતા.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
COP28 સમિટમાં PM મોદીએ સાથે અન્ય દેશના નોતાઓ પણ પહોચ્યાં છે આ દરમિયાન પીએમએ સમિટમાં કહ્યું કે દરેક વ્યક્તિએ પર્યાવરણ વિશે વિચારવું જોઈએ. આપણે આપણા હેલ્થ કાર્ડ વિશે જે રીતે વિચારીએ છીએ તે જ રીતે આપણે તેના વિશે વિચારવું જોઈએ. પીએમ મોદીએ વૈશ્વિક ઉત્સર્જનમાં ધરખમ ઘટાડો કરવા માટે તમામ દેશોને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતનું ઉત્સર્જન અન્ય દેશોની સરખામણીમાં ઘણું ઓછું છે. અમારું લક્ષ્ય 2030 સુધીમાં 45 ટકા કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું છે.
મોદીએ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ, યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, જોર્ડનના રાજા અબ્દુલ્લા II, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાક અને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ સિવાય પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ કેમરોન, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, તુર્કીના રાષ્ટ્રપતિ આરટી એર્દોઆન, સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદને પણ મળ્યા હતા. મુઇઝુ સહિત ઘણા નેતાઓ.
Published On - 9:40 am, Sat, 2 December 23