LAC પર ચીનને જડબાતોડ જવાબ આપવાની ભારતીય સેનાની તૈયારી, થલસેના અને વાયુસેના સજ્જ

|

Jun 14, 2021 | 9:49 PM

LAC નજીક ભારતીય થલસેના (Indian Army) અને વાયુસેના (Indian AirForce) બંને સહિત સશસ્ત્ર દળોમાં તમામ સ્તરે પોસ્ટોને મજબૂત બનાવવામાં આવી છે. ભારતીય સેનાએ લદ્દાખ સહીત  સમગ્ર LAC ની પર તેની તૈનાતી મજબુત બનાવી છે.

LAC પર ચીનને જડબાતોડ જવાબ આપવાની ભારતીય સેનાની તૈયારી, થલસેના અને વાયુસેના સજ્જ
FILE PHOTO

Follow us on

LAC ચીનને જડબાતોડ જવાબ આપવાની ભારતીય સેના (Indian Army)એ પુરી તૈયારીઓ કરી લીધી છે. ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયાના એક વર્ષ પછી, ભારતીય સંરક્ષણ દળોએ અનેક પહેલથી લદ્દાખ ક્ષેત્રમાં પોતાને મજબૂત બનાવી છે. LAC નજીક ભારતીય સેનાએ કનેક્ટિવિટી વધારવા માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કર્યું છે. ચીની સેના દ્વારા કોઈપણ સંભવિત આક્રમકણનો સામનો કરવા માટે વધારાના સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે.

 

ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સૌથી મોટી ઉપલબ્ધિ
LAC નજીક ભારતીય થલસેના (Indian Army) અને વાયુસેના (Indian AirForce) બંને સહિત સશસ્ત્ર દળોમાં તમામ સ્તરે પોસ્ટોને મજબૂત બનાવવામાં આવી છે.સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, લદ્દાખ સેક્ટરમાં અચાનક ચીની આક્રમણથી હેરાન થતાં સુરક્ષા દળોએ હવે પોતાને મજબૂત બનાવ્યા છે. તેમણે કહ્યું કે સૌથી મોટી ઉપલબ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ રહી છે કારણ કે તમામ આગળના સ્થળોએ માર્ગ કનેક્ટિવિટી સુધારી દેવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઝૂજિલા પાસ હોય, વિશ્વનો નવો સૌથી ઉંચો મોટર ચલાવા યોગ્ય રસ્તો ઉમલિંગ લા હોય, માર્સમિક લા અથવા ખારદુંગ લા, તેમને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની મદદથી સમગ્ર વર્ષ દરમિયાન સૈનિકોની હિલચાલ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

લદ્દાખ સહીત સમગ્ર LAC પર સેનાની તૈનાતી
ભારતીય સેના (Indian Army) એ લદ્દાખ સહીત  સમગ્ર LAC ની પર તેની તૈનાતી મજબુત બનાવી છે. ભારતીય સેનાએ ચીન સીમા પર વધારાની સ્ટ્રાઈક કોર તૈનાત કરી છે. મથુરા સ્થિત વન સ્ટ્રાઈક કોરને લદ્દાખની ઉત્તરીય સરહદો તરફ ફેરવી દેવામાં આવી છે અને 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોરને સમગ્ર પૂર્વોત્તર રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો છે.

આ સાથે જ એક વધારાનું ડીવીઝન આપવામાં આવ્યું છે જેમાં 10,000 થી વધુ સૈનિકોનો શામેલ છે. કનેક્ટિવિટીને કારણે આખા વર્ષ દરમિયાન આગળના સ્થળોએ પુરવઠો જાળવવામાં મદદ મળી છે અને સાથે જ ભારતીય સેનાને કોઈ પણ સમયમાં સૈન્ય તૈનાત કરવાની ક્ષમતા મળી છે.

ભારતીય વાયુસેના થઇ રહી છે મજબૂત
ભારતીય વાયુસેના (Indian Army) પણ દર બે મહિને તેના રાફેલ લડાકુ વિમાનોના આગમન સાથે મજબૂત બની રહી છે. રફેલ સાથે મિગ-29 અને સુખોઈ-30 નું ઉત્તરીય સરહદો પર આકાશમાં વર્ચસ્વ છે અને બીજું સ્ક્વોડ્રોન અથવા વિમાન આ મહિનાના અંત સુધીમાં કામગીરી માટે તૈયાર થઈ જશે. સંરક્ષણ દળની સૌથી મોટી ઉપલબ્ધિ સૈનિકો માટે રહેણાંક મકાન બનાવવાની છે કારણ કે લશ્કરી એન્જિનિયરો આગામી 11 મહિનાની અંદર પાંચ વર્ષ સુધીની સુવિધાઓ બનાવવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો : Farmer Protest : ખેડૂત આંદોલનનું સમર્થન કરનારી કોંગ્રેસ હવે ધર્મસંકટમાં મુકાઇ, જાણો શું છે કારણ

Next Article