મહત્વપૂર્ણ: જો હોસ્પિટલ કોરોના દર્દીને કેશલેસ વીમો ક્લેમ આપવાની ના કહી દે, તો અહીં ફરિયાદ કરો

|

Apr 24, 2021 | 3:17 PM

કોરોનાની બીજી લહેર વચ્ચે એવા ઘણા અહેવાલો સામે આવ્યા છે કે જ્યાં હોસ્પિટલે કોવિડ દર્દીઓને કેશલેસ ક્લેમ આપવાનો ઇનકાર કર્યો હોય. આવી સ્થિતિમાં શું કરવું ટે જણાવી દઈએ તમને.

મહત્વપૂર્ણ: જો હોસ્પિટલ કોરોના દર્દીને કેશલેસ વીમો ક્લેમ આપવાની ના કહી દે, તો અહીં ફરિયાદ કરો
COVID-19 positive patients (PTI Photo/R Senthil Kumar)

Follow us on

સૌ પ્રથમ, તમારે જાણવું જોઈએ કે કઈ હોસ્પિટલમાં કેશલેસ ક્લેમ ઉપલબ્ધ છે. આરોગ્ય વીમાની ઓફર કરતી તમામ વીમા કંપનીઓ હોસ્પિટલો સાથે કરાર પર હસ્તાક્ષર કરે છે. જે હોસ્પિટલો સાથે આ કરાર પર હસ્તાક્ષર થયા છે તે વીમા કંપનીના ‘હોસ્પિટલ નેટવર્ક’ નો ભાગ હોય છે. આ હોસ્પિટલોમાં યોગ્ય વીમા ધારકને કેશલેસ ક્લેમની સુવિધા મળે છે.

વીમા કંપનીઓની નેટવર્ક હોસ્પિટલમાં દાખલ થવા પર ગ્રાહકોને થોડી ઓછી કિંમતે સારવાર મળે છે. તે તમારા વીમામાં કયા ખર્ચને આવરી લે છે તેના પર નિર્ભર છે. આવી સ્થિતિમાં કેશલેસ દાવા કરવા દરમિયાન, દર્દીએ ફક્ત તે જ ખર્ચો સહન કરવો પડે છે જેનો સમાવેશ તેના વીમામાં કરવામાં આવતો નથી, જેમ કે નોંધણી ખર્ચ, ડીસ્ચાર્જ અને એમ્બ્યુલન્સ વગેરે.

જો તમારી હોસ્પિટલ નેટવર્કનો ભાગ ના હોય ત્યારે

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

જો તમારી પાસે આરોગ્ય વીમો છે પરંતુ તમારી હોસ્પિટલ વીમા કંપનીના નેટવર્કનો ભાગ નથી અથવા તમારી પોલિસી નોન-કેશલેસ ક્લેમ પોલીસી હોય તો વીમાની રકમ માટે પાછળથી ક્લેમ કરી શકો છે. જો કે, તેની પ્રક્રિયા કેશલેસ દાવા કરતા થોડી જટિલ છે અને આ માટે, તમારે વીમા કંપનીની જરૂરિયાત અનુસાર બિલ જમા કરાવવું પડશે.

કેશલેસ દાવા વિશે IRDAI નું શું કહેવું છે

કોરોનાની બીજી લહેર વચ્ચે એવા ઘણા અહેવાલો સામે આવ્યા છે કે જ્યાં હોસ્પિટલે કોવિડ દર્દીઓને કેશલેસ ક્લેમ આપવાનો ઇનકાર કર્યો હોય. આ બાદ ગુરુવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે તેમણે આઈઆરડીએઆઈના અધ્યક્ષને વીમા કંપનીઓ અને નેટવર્ક હોસ્પિટલોને દિશા નિર્દેશો આપવા જણાવવામાં આવ્યું છે. આ પછી, આઇઆરડીએઆઈએ નેટવર્ક હોસ્પિટલોને કડક સૂચના આપી છે કે તેઓને કોરોના દર્દીઓની સારવાર માટે કેશલેસ સારવાર આપવી પડશે.

જો હોસ્પિટલ ત્યારે પણ ઇનકાર કરે છે, તો પછી આ પગલાં અનુસરો

નાણાં પ્રધાન અને આઈઆરડીએઆઈની કડક સૂચના પછી પણ, જો નેટવર્ક હોસ્પિટલ કેશલેસ સારવાર આપવાનો ઇનકાર કરે છે, તો આઈઆરડીએઆઇની સલાહ છે કે ગ્રાહકે તાત્કાલિક સંબંધિત વીમા કંપનીને ફરિયાદ કરવી જોઈએ. આ સાથે, તેઓ આઈઆરડીએઆઈના ફરિયાદ નિવારણ અધિકારીઓની પણ મદદ લઈ શકે છે. તમે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તેની વિગતો જાણી શકો છો.
(વિગત જાણવા માટે અહીંયા ક્લિક કરો)

 

આ પણ વાંચો: વેક્સિનના ભાવ પર કોંગ્રેસ નેતાએ ઉઠાવ્યા સવાલ, કેન્દ્ર સરકારે જવાબમાં જણાવ્યા ભાવ, જાણો વિગત

આ પણ વાંચો: કોરોનાના લક્ષણો: ઉધરસમાં જોવા મળે છે આ 5 લક્ષણો તો હોઈ શકે છે કોરોના, તાત્કાલિક કરાવો ટેસ્ટ

Next Article