બિહારના ખેડૂતે વાવી સૌથી મોંઘી શાકભાજી, એક લાખ પ્રતિ કિલો છે ભાવ: જાણો આ અનોખી ખેતી વિશે

|

Apr 02, 2021 | 12:16 PM

બિહારના એક ખેડૂતે હોપ શૂટ્સની અનોખી ખેતી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ શાકભાજીની કિંમત એક સમયે એક લાખ પ્રતિ કિલો હતી.

બિહારના ખેડૂતે વાવી સૌથી મોંઘી શાકભાજી, એક લાખ પ્રતિ કિલો છે ભાવ: જાણો આ અનોખી ખેતી વિશે
(Image-Twitter)

Follow us on

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં એક ખેતી કરવામાં આવી રહી છે જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ શકે છે. વિશ્વની સૌથી મોંઘી શાકભાજીની ખેતી અહીંથી શરૂ થઈ છે. અને આ શાકભાજીનું નામ છે ‘હોપ શૂટ્સ’ (Hop Shoots).

વાત એમ છ એકે ભારતીય વહીવટી સેવા અધિકારી સુપ્રિયા સાહુએ એક ટ્વીટ કર્યું છે જેમાં ખેડૂત અમરેશ સિંહ અને તેની ખેતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિશ્વની સૌથી મોંઘી શાકભાજીની ખેતી છે. તેની કિંમત આશરે 1 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં રહેતા અમરેશસિંહે પોતાની ઘણી મહેનત બાદ પોતાના ખેતરમાં મોંઘા વેજીટેબલ હોપ શૂટ્સની (Hop Shoots) ખેતી કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હોપ શૂટની કિંમત ઘણા વર્ષો પહેલા આશરે એક લાખ રૂપિયા હતી. વ્યવસાયે ખેડૂત અમરેશસિંહે ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા, વારાણસીના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર. લાલની દેખરેખ હેઠળ તેની ટ્રાયલ ખેતી શરૂ કરી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

અહેવાલ મુજબ કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર.રામકિશોરી લાલે ખેડૂત અમરેશ સિંઘને હોપ શૂટ્સની (Hop Shoots) શાકભાજી ઉગાડવાની સલાહ આપી હતી. તેના છોડ હિમાચલ પ્રદેશમાંથી લાવવામાંમાં આવ્યા હતા અને હોપ શૂટ્સની ખેતી શરૂ કરવામાં આવી હતી.

અમરેશે બે મહિના પહેલા આ છોડ રોપ્યો હતો, જે હવે ધીરે ધીરે વિકસી રહ્યો છે. હોપ શૂટ્સનો (Hop Shoots) ઉપયોગ બીયર અને એન્ટિબાયોટિક્સ બનાવવા માટે થાય છે. ઉપરાંત, તે ટીવીની સારવારમાં પણ ખૂબ અસરકારક સાબિત થાય છે. તેના ઉપયોગથી ત્વચા ચમકતી બને છે અને કરચલીઓ થતી નથી.

આ ખેતી માટે અમરેશે રાજ્યના કૃષિ વિભાગને વિનંતી કરી હતી, જેને વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી હતી. જો અમરેશ કુમાર આ શાકભાજીની ખેતી કરવામાં સફળ થાય છે, તો બિહારના ખેડુતો અપેક્ષા કરતા વધારે કમાણી કરીને તેમનું નસીબ બદલી શકાશે.

અમરેશ એક સફળ ખેડૂત છે

અમરેશસિંહ બિહારના ઔરંગાબાદ જિલ્લાનો વતની છે અને તે એક સામાન્ય પરિવારનો છે, તેના પિતા ખેડૂત છે. 12 સુધી અભ્યાસ કર્યા બાદ અમારેશે ખેતીને તેની કારકીર્દિ બનાવી દીધી. 40 વર્ષીય અમરેશ દેશના પ્રગતિશીલ ખેડૂતોમાં ગણાય છે.

Published On - 12:15 pm, Fri, 2 April 21

Next Article