Hariyana : પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા દરેક વિદ્યાર્થીઓનો બનશે પાસપોર્ટ, મુખ્યપ્રધાન ખટ્ટરે કરી જાહેરાત

Hariyana : અત્યાર સુધીમાં કોલેજમાં મફત પાસપોર્ટ બનવવાની યોજનામાં 6800 વિદ્યાર્થીઓના પાસપોર્ટ બની ચુક્યા છે.

Hariyana : પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા દરેક વિદ્યાર્થીઓનો બનશે પાસપોર્ટ, મુખ્યપ્રધાન ખટ્ટરે કરી જાહેરાત
હરિયાણા સરકારની અનોખી યોજના
| Updated on: Mar 31, 2021 | 6:02 PM

Hariyana : હરિયાણામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પાસપોર્ટ બનાવવાની યોજના અંગે મુખ્યપ્રધાન મનોહરલલાલ ખટ્ટરે મહત્વની જાહેરાત કરી છે. હરિયાણામાં હાલ કોલેજમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના પાસપોર્ટ બનાવવાની યોજના શરૂ છે, આ યોજનાને આગળ વધારતા મુખ્યપ્રધાને વધુ એક જાહેરાત કરી છે.

PGના દરેક વિદ્યાર્થીનો બનશે પાસપોર્ટ
હરિયાણામાં હવે પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા દરેક વિદ્યાર્થીનો પાસપોર્ટ બનાવવામાં આવશે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે કોઈ વિદ્યાર્થી પાસપોર્ટ બનાવવા માટે અરજી કરે કે ન કરે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા તમામ વિદ્યાર્થીઓનો પાસપોર્ટ બનાવવો જરૂરી રહેશે. હરિયાણામાં કોલેજના વિદ્યાર્થીઓ માટે મફત પાસપોર્ટ બનાવવાની માટે ચલાવવામાં આવી રહી છે, તે જ યોજના હેઠળ દરેક અનુસ્નાતક વિદ્યાર્થી માટે પાસપોર્ટ તૈયાર કરવામાં આવશે.

સ્નાતક કક્ષાના 6800 વિદ્યાર્થીઓના પાસપોર્ટ બન્યા
કોલેજમાં પાસપોર્ટ બનાવવાની આ યોજના થોડા સમય પહેલા હરિયાણા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓમાં માહિતીનો અભાવ હતો, ત્યારબાદ રાજ્ય સરકારે તમામ કોલેજોને તેના વિશે વિદ્યાર્થીઓને જાણ કરવા જણાવ્યું હતું. સરકારના આ પ્રથમ કાર્ય પછી, અત્યાર સુધીમાં સ્નાતક કક્ષાના 6800 વિદ્યાર્થીઓના વિનામૂલ્યે પાસપોર્ટ બનાવવામાં આવ્યા છે.

જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ
કોલેજમાં જ પાસપોર્ટ માટે અરજી કરીને વિદ્યાર્થીઓને પાસપોર્ટ મેળવવાની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. વિદ્યાર્થીઓને પોલીસ વેરિફિકેશન જેવી કાર્યવાહીનો સામનો કરવો પડતો નથી. વિદ્યાર્થીઓએ ફક્ત તેમના જરૂરી દસ્તાવેજો બતાવવાના રહે છે, જે ઓનનલાઇન અપલોડ કરવાના હોય છે. કોલેજમાંથી પાસપોર્ટ માટેની અરજી કરવાથી કોલેજે આપેલું ઓળખકાર્ડ પણ ઓળખના પુરાવાની જેમ કાર્ય કરે છે.

તમામ ખર્ચ હરિયાણા સરકાર આપશે
પાસપોર્ટ માટે વિદ્યાર્થીઓની અરજીમાં કોઈ વધારાનો ખર્ચ કરવામાં આવશે નહીં, તેના બદલે પાસપોર્ટ ઓફિસ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી 1500 રૂપિયા છે, આ ખર્ચ હરિયાણા સરકાર આપશે. હરિયાણા સરકારની આ યોજનાથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન કરનારા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. હરિયાણામાંથી ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પહોચ્યા છે. સામાન્ય રીતે પાસપોર્ટ બનાવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને આ પ્રકિયામાં ઘણો એવો સમય પણ લાગે છે. આવામાં કોલેજકાળમાં જ પાસપોર્ટ બની જતા હરિયાણાના વિદ્યાર્થીઓ માટે રમતગમત તેમજ અન્ય કારણોથી વિદેશમાં જવું સરળ બનશે.