પ્રખ્યાત ગાયક હરિહરને ગાયું ગીત
ગલવાન ખીણમાં સંઘર્ષને 15 જૂન મંગળવારે એક વર્ષ પૂર્ણ થયું. ભારતીય સેના (Indian Army) ના જાંબાઝ સૈનિકોની યાદમાં Galwan Ke Veer ગીત પ્રખ્યાત ગાયક હરિહરને ગાયું છે. આ ગીતમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં ગાલવાન ખીણનું રક્ષણ કરતી વખતે વીરગતિ પ્રાપ્ત કરનારા ભારતીય સૈનિકોની બહાદુરી અને હિંમતને દર્શાવવામાં આવી છે. આ પ્રસંગે ભારતીય સેનાએ કહ્યું હતું કે સૈનિકોનું સર્વોચ્ચ બલિદાન હંમેશા રાષ્ટ્રના સ્મરણમાં રહેશે.
“ मुझे तोड़ लेना वनमाली!
उस पथ पर देना तुम फेंक,
मातृभूमि पर शीश चढ़ाने
जिस पथ जावें वीर अनेक ”#IndianArmy#StrongAndCapable pic.twitter.com/EUvxvBNH5W— ADG PI – INDIAN ARMY (@adgpi) June 15, 2021
ગલવાન ખીણમાં શહીદ થયેલ કર્નલ બાબુની પ્રતિમાનું અનાવરણ
તેલંગાણાના મંત્રી કે.ટી.રમારાવે મંગળવારે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. કર્નલ બાબુ રાજ્યની રાજધાની હૈદરાબાદથી આશરે 140 કિમી દૂર આવેલા સૂર્યપેટના રહેવાસી હતા. ગયા વર્ષે 15 જૂનના રોજ ગેલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની ભીષણ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, જેમાં કર્નલ બાબુ પણ એક હતા. તે 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.
દેશે ગાલવાનના વીરોને યાદ કર્યા
ભારતે મંગળવારે ગલવાનના વીર (Galwan Ke Veer) જવાનોને યાદ કર્યા જેમણે એક વર્ષ પહેલા પૂર્વી લદ્દાખમાં ચીની આક્રમણનો સામનો કરી પોતાના પ્રાણ આપ્યા હતા અને આ પ્રસંગે ગલવાનના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભારતીય સેના (Indian Army) એ કહ્યું, “તેમની વીરતા અને બહાદુરી હંમેશા રાષ્ટ્રની સ્મૃતિમાં કંડારાયેલી રહેશે”. આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ જીવલેણ અથડામણની પ્રથમ વર્ષગાંઠ પર 20 સૈનિકોને શ્રધ્ધાંજલિ આપવા દળની આગેવાની કરી હતી.
આ પણ વાંચો : Robot Shalu : અંગ્રજી સહીત 9 ભાષાઓમાં સવાલોના ફટાફટ જવાબ આપે છે સ્વદેશી રોબોટ ‘શાલુ’